તમિળ સુપરહિટ ‘વેદલમ’ની રિમેકમાં જ્હૉન અબ્રાહમ ચમકશે

0
16

મુંબઈ,તા.૧૪
તમિળ ભાષાની સુપરહિટ ફિલ્મ વેદલમ (૨૦૧૫)ની હિન્દી રિમેકમાં મોખરાનો અભિનેતા ફિલ્મ સર્જક જ્હાન અબ્રાહમ ચમકશે એવી જાણકારી મળી હતી.
ટી સિરિઝના ભૂષણ કુમારે આ ફિલ્મના રાઇટ્‌સ ખરીદી લીધા હતા. મૂળ ફિલ્મમાં સાઉથના સુપર સ્ટાર અજિત કુમારે મુખ્ય રોલ કર્યો હતો. કથા એવી હતી કે ત્રણ રીઢા અપરાધીનો પીછો એક ટેક્સી ડ્રાઇવર કરે છે જે પોતાની બહેન સાથે કોલકાતામાં રહે છે. ટેક્સી ડ્રાઇવરન રોલ અજિત કુમારે કર્યો હતો. અગાઉ આ ફિલ્મ બંગાળી ભાષામાં સુલતાનના નામે રજૂ થઇ ચૂકી છે અને હિટ નીવડી ચૂકી હતી.
હિન્દી રિમેક માટે જ્હૉનનો સંપર્ક સાધવામાં આવતાં એણે આ ફિલ્મ કરવાની હા પાડી હતી. જો કે હજુ કાયદેસરના દસ્તાવેજા પર જ્હૉને સહી કરી નથી. હાલ એની પાસે એક કરતાં વધુ ફિલ્મો છે. નિખિલ અડવાણીની બાટલા હાઉસ સત્યઘટના પર આધારિત છે અને એ લગભગ પૂરી થવા આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY