મુંબઈ,તા.૧૮
અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડિમેટ્રિએડ્સના ઘરે સંતાનમાં પુત્રનો જન્મ થયો છેચ. ગેબ્રિએલાએ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ગેબ્રિએલાએ સિઝેરિયન દ્વારા દીકરાને જન્મ આપ્યો છે. ગેબ્રિએલા બુધવારે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. અર્જુન અને ગેબ્રિએલાના પેરેન્ટ્સ હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા. દીકરીની ડિલિવરી માટે ગેબ્રિએલાના પેરેન્ટ્સ સાઉથ આફ્રિકાથી મુંબઈ આવ્યા હતા.
અર્જુન અને ગેબ્રિએલાના પેરેન્ટ્સ બનવાના ‘ગુડ ન્યૂઝ’ જે.પી. દત્તાની દીકરી નિધિ દત્તાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા. ટ્વિટર પર તસવીર શેર કરીને નિધિ દત્તાએ લખ્યું, “અભિનંદન અર્જુન રામપાલ. ગોડ બ્લેસ.”
આ વર્ષની શરૂઆતમાં અર્જુન અને ગેબ્રિએલાએ રિલેશનશીપ જાહેરમાં સ્વીકારી હતી. ત્યારથી જ બંને અવારનવાર સાથે જોવા મળે છે. અર્જુન અને તેની પત્ની મહેર જેસિયા ૨૦૧૮માં છૂટા પડયા હતા. મહેર અને અર્જુને ૧૯૯૮માં લગ્ન કર્યા હતા. અર્જુન અને મહેરની બે દીકરીઓ છે. હવે ગેબ્રિએલાએ દીકરાને જન્મ આપતાં અર્જુન ત્રીજીવાર પિતા બન્યો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



