કરણ જોહરની ‘ધડક’ ફિલ્મ બાદ જાહન્વી અને ઈશાન ફરી સાથે કામ કરશે

0
5

મુંબઇ,તા.૨૨
જાહન્વી કપૂર અને ઈશાન ખટ્ટર સ્ટારર ફિલ્મ ‘ધડક’ને શનિવારે એક વર્ષ પૂરું થયું. તે ફિલ્મ જાહન્વીની ડેબ્યુ ફિલ્મ હતી. કરણ જોહરે આ ફિલ્મને પ્રોડયૂસ કરી હતી. કરણ જોહરે એક વર્ષ પૂરા થયા બાદ આ જોડીને ફરી સિલ્વર સ્ક્રીન પર ઉતારવાનું મન બનાવ્યું છે.
એક રિપોર્ટ મુજબ, કરણ ટૂંક સમયમાં જ ઈશાન અને જાહન્વી સાથે ફરીવાર ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ ફિલ્મને ‘વઝિર’ ફેમ ડિરેક્ટર બિજોય નામ્બિયર ડિરેક્ટ કરશે. સૂત્રો મુજબ આ ફિલ્મ રોમેન્ટિક થ્રિલર ફિલ્મ હશે.
જાહન્વીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો હાલ તે ગુંજન શર્માની બાયોપિક અને ‘રૂહી અફઝા’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ઉપરાંત તે કરણ જોહરની જ ફિલ્મ ‘તખ્ત’માં પણ દેખાવાની છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY