ના..હોય…શાહરુખે સેલ્યુટ ફિલ્મ છોડી દીધી..?!!

0
8

મુંબઈ,તા.૧૫
દેશના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માની બાયો-ફિલ્મ શાહરુખ ખાન નહીં કરે એવી જાણકારી મળી હતી. અગાઉ આમિર ખાન આ ફિલ્મ કરવાનો હતો પરંતુ પોતાની અન્ય ફિલ્મની તારીખો સાથે ક્લેશ થતો હોવાથી એણે શાહરુખ ખાનનું નામ સૂચવ્યું હતું.
હવે એવી જાણકારી મળી હતી કે શાહરુખ ખાન પણ આ ફિલ્મ કરવાનો નથી. જા કે એની છેલ્લી ચાર પાંચ ફિલ્મો બોક્સ આૅફિસ પર પીટાઇ ગઇ હજી જેમાં છેલ્લી ઝીરોનો પણ સમાવેશ થયો હતો. આ ફિલ્મ પર એનો બહુ મોટો મદાર હતો. એમાં એણે વહેંતિયાનો રોલ કર્યો હતો. આનંદ એલ રાયે આ ફિલ્મ બનાવી હતી.
લેટેસ્ટ માહિતી મુજબ શાહરુખને ફરહાન અખ્તરની ડાન થ્રી કરવામાં વધુ રસ છે. ડાન ફિલ્મ આમ તો ૧૯૮૦ના દાયકામાં જ્યારે અમિતાભ બચ્ચનનો એંગ્રી યંગમેનનો યુગ ચાલી રહ્યો હતો ત્યારની ફિલ્મ હતી. ફરહાન અખ્તરે શાહરુખ ખાનને લઇને ફરી ડાન અને ડાન ટુ બનાવી હતી. હવે એ ડાન થ્રી બનાવવાનો છે અને એ માટે શાહરુખનો સંપર્ક સાધી ચુકવ્યો હતો. શાહરુખને અગાઉ હિટ નીવડેલી ફ્રેન્ચાઇઝીમાં વધુ રસ પડયો હતો એટલે એણે પણ રાકેશ શર્માની બાયો-ફિલ્મ સેલ્યુટ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો એવી જાણકારી મળી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY