તિરુવનંતપુરમ,તા.૧૫
સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ કેરળનાં સબરીમાલા મંદિરમાં પહેલી વખત દર્શન કરનારી કનકદુર્ગાને મંગળવારે તેની જ સાસુએ ઢોર માર માર્યો હતો. પોલીસે કનકદુર્ગાને હોÂસ્પટલમાં સારવાર અર્થે દાખલ કરી હતી. મિડીયા રિપોટ્ર્સ પ્રમાણે કનકદુર્ગા મંદિરમાં દર્શન કર્યા બાદ સંતાતી ફરતી હતી.
કનકદુર્ગાએ સાથી મહિલા બિંદુ સાથે ૨ જાન્યુઆરીએ ભગવાન અયપ્પાના દર્શન કરીને ૮૦૦ વર્ષ જૂની પ્રથાને તોડી હતી. બન્નેએ મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં હિંસાએ જાર પકડ્યુ હતુ. સાથે જ મંદિરનુ પણ શુદ્ધીકરણ પણ કરાયુ હતુ. તે સમયે મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કનકદુર્ગા અને બિંદુ સહિતની તમામ મહિલાઓને પુરે પુરી સુરક્ષા આપવાનાં આદેશ આપ્યા હતા.
૨.૨૮ ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે મંદિરમાં દરેક વયની મહિલાઓને પ્રવેશની પરવાનગી આપી હતી. આ નિર્ણય સામે કેરળનાં રાજપરિવાર અને મંદિરનાં મુખ્ય પુજારીઓ સહિત ઘણા હિંદુ સંગઠનોએ સુપ્રીમ કોર્ટને ફરી વિચારણા કરવા અંગેની અરજી કરી હતી. જા કે કોર્ટે આ અરજીને ફગાવી હતી. અગાઉ પણ અહી ૧૦ થી ૫૦ વર્ષીય વયની મહિલાઓનાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ પ્રથા ૮૦૦ વર્ષ જૂની છે. સુપ્રીમ કોર્ટનાં આ નિર્ણયનો સમગ્ર રાજ્યમાં વિરોધ કરાઈ રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



