મુંબઈ,તા.૫
રાજ્યસભામાં સોમવારે ગૃહમંત્રી અમિત શાહએ કલમ ૩૭૦ હેઠળ ઘણા વિશેષાધિકાર ખત્મ કર્યા અને જમ્મૂ-કાશ્મીર રાજ્યને પુનર્ગઠન કરવાના પ્રસ્તાવની જાણકારી આપી.
આ સમાચારથી દેશભરમાં ઉજવણી થઇ રહી છે જોકે ઘણા લોકો એવા પણ છે જે આ અંગેનો વિરોધ કરી રહ્યા છે. કેટલાક લોકો આ નિર્ણયનો પોતાની રીતે મજા કરી લઇ રહ્યા છે. જમ્મૂ-કાશ્મીરની સ્થિતિ પર ફિલ્મ ક્રિટિક અને એક્ટર કમાલ રાશિદ ખાનની પ્રતિક્રિયા રસપ્રદ છે. કેઆરકેએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને લખ્યુ કે, ”કોઇ સુંદર કાશ્મીરી યુવતી મારા સાથે લગ્ન કરવા માટે તૈયાર હશે તો હું ત્યાં મોટો બંગલો ખરીદી લેવા તૈયાર છું.” આ સિવાય ટ્વીટ પણ કર્યુ કે, ”ચલો માત્ર ઘરતી પર રહેલા સ્વર્ગમાં એક સુંદર જિંદગી જીવીએ.”
કમાલે પોતાના બીજી ટ્વીટમાં લખ્યુ કે, ”મને મોદી રાજ પસંદ ન હતુ, કેમકે તેઓ પોતાના વચન નથી પૂરા કરી રહ્યા. હવે તેઓ મને પસંદ છે કેમકે તેમણે વચનો પૂરા કર્યા અને કલમ ૩૭૦ને ખત્મ કરી દીધી. હું તમને વધારે પ્રેમ કરીશ જો તે બીજુ વચન પૂરો કરશે રામ મંદિર બનાવીને, કેમકે લોકોએ તેમના વચનોને કારણે વોટ આપ્યા છે.”
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


