મુંબઈ,તા.૫
રાજ્યસભામાં હંગામા વચ્ચે ગૃહ મંત્રીએ અમિત શાહએ જમ્મુ કાશ્મીરમાથી કલમ ૩૭૦ હટાવવાની માગ કરી છે. અમિત શાહના આ એલાન પછી સંસદમા જોરદાર હંગામો થયો. હવે આ વાત પર બોલિવૂડમાંથી અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે. રાઈટર ચેનત ભગતે પણ આ નિર્ણયને લઈ ટ્વીટ કર્યું છે. તેણે લખ્યું કે આખરે કાશ્મીર આઝાદ થઈ ગયું.
ઝાયરા વસીમે ટ્વિટ કરીને કહ્યું કે, આ સમય પણ પસાર થઈ જશે. ઝાયરાએ આ ટ્વિટ ઘણા સમય પછી કર્યું છે. ઝાયરાએ પાછળનાં દિવસોમાં ધર્મની વાત કરીને બોલિવૂડ છોડયું હતું. કાશ્મીરની જ ઝાયરાએ કાશ્મીરને લઈને ટ્વિટ કર્યું છે. ઝાયરા સિવાય પણ ઘણા અભિનેતાઓ આ મુદ્દે ટ્વિટ કરી રહ્યાં છે.
કાશ્મીર મુદ્દે સંજય સુરીએ લખ્યું કે, કાશ્મીરમાં મોજુદ બધા લોકો પોતાનું ધ્યાન રાખે. અનુપમ ખેરે કહ્યું કે કાશ્મીર મામલે સમાધાન શરૂ થઈ ગયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



