શેરબજારમાં તેજીનો ચમકારો : સેન્સેક્સમાં ૬૩૭ પોઈન્ટ્સનો હાઈજમ્પ

0
327

મુંબઇ,તા.૮
ભારતીય શેરબજારમાં આજે જંગી ઉછાળો જોવા મળ્યો છે. ટ્રેડિંગ દિવસના અંતિમ સેશનમાં સેન્સેક્સ જબરદસ્ત ૬૩૬.૮૬ પોઈન્ટ અથવા ૧.૭૪ ટકા ઉછળીને જ્યારે નિફ્ટી ૧૭૬.૯૫ પોઈન્ટ અથવા ૧.૬૩ ટકા કૂદીને ૧૧,૦૦૦ને પાર ૧૧,૦૩૨.૪૫ પર સેટલ થયા છે.
સરકારે આ વર્ષે બજેટ પર હ્લઁૈં પર જે સરચાર્જ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો તેને પરત લઈ શકે છે અને આ શેર બજારમાં તેજીનું મુખ્ય કારણ છે. એમ બજાર નિષ્ણાંતોએ જણાવ્યું છે. મીડ કેપ અને સ્મોલકેપની વાત કરીએ તો શેરોમાં પણ તેજી જોવા મળી. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ ૦.૪૨ ટકા વધીને ૧૩,૫૬૬ નજીક જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૪ ટકા ઉછળીને ૧૨,૫૭૪ ને પાર બંધ આવ્યા છે.
ઉપરાંત બેકિંગ શેરોની વાત કરીએ તો ઉપલા મથાળેથી રોકાણકારો દ્વારા ખરીદદારીમાં વધારો થતા બેંક નિફ્ટી ૪૦૮ પોઈન્ટ કૂદીને ૨૮,૧૦૦ને પાર ૨૮,૧૧૦.૪૫ પર સેટલ થયો છે. આ સાથે ઓટો, મેટલ, ફાર્મા, રિયલ્ટી અને મીડિયા શેરોમાં પણ આજે તેજીનો ચમકારો જોવા મળ્યો છે. નિફ્ટી પર ઓટો ઇન્ડેક્સ ૩.૦૩ ટકા, હ્લસ્ઝ્રય્ ઇન્ડેક્સ ૧.૧ ટકા, મેટલ ઇન્ડેક્સ ૧.૨૩ ટકા, ફાર્મા ઇન્ડેક્સ ૧.૦૮ ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૮૬ ટકા ઉછળીને સેટલ થયા છે.
ટોપ ગેનર્સની વાત કરીએ તો તેજી વચ્ચે ઁઝ્રન્ ટેક, ટાટા મોટર્સ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, સ્શ્સ્, બજાજ ઓટો, રિલાયન્સ શેરોમાં ઉછાળો જોવા મળ્યો. જ્યારે ટોપ લૂઝર્સમાં ટાટા સ્ટીલ, સિપ્લા, અલ્ટ્રા ટેક સીમેન્ટ, ઇન્ડસઇન્ડ બેંક, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ સામેલ છે.
આજે ટાટા સ્ટીલ ૩.૭૭ ટકા, સિપ્લા ૩.૦૩ ટકા, ઈન્ડસઈન્ડ બેક્ન ૦.૮૧ ટકા અને ઈન્ડિયા બુલ હાઉસિંગ ફાઈનાન્સ ૦.૨૯ ટકા ઘટીને બંધ રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY