તા.૧૦
બે ગુજરાતી ફિલ્મો હેલારો અને રેવાને રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હરખપદુડા થઇને તેમને અનુક્રમે ૨ કરોડ અને ૧ કરોડના પુરસ્કારની જાહેરાત કરી પરંતુ તપાસ કરતાં વાસ્તવમાં આ બે ફિલ્મોને ગુજરાતી ફિલ્મ એક્નરેજ પોલિસી-૨૦૧૬ હેઠળ મળવાપાત્ર સબસીડીની જ રકમ છે. જે આપવાનો નિર્ણય અગાઉથી જ લેવાયો છે. સરકારે સબસીડી ઉપરાંત કોઇ વધારાનો પુરસ્કાર બે કરોડ કે એક કરોડ આપી નથી. તેમ છતાં મુખ્યમંત્રીએ તેના વધામણાં કે વધઇ ખાઇને પોતાની પીઠ પોતે જ થાબડવા જેવું કર્યું હોવાનું ફિલ્મ વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા બંને ફિલ્મો હેલારો અને રેવાને રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે. ફિચર ફિલ્મ ‘હેલારો’ને ૨ કરોડ રૂપિયા અને ‘રેવા’ને એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારની ક્વોલિટી બેઝ ફિલ્મ એક્નરેજમેન્ટ પોલિસી ૨૦૧૬ હેઠળ કરેલી જાહેરાત મુજબ બેસ્ટ ફિચર ફિલ્મ અને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ ‘હેલારો’ અને ‘રેવા’ને આપવામાં આવશે.
મુખ્ય મંત્રી રૂપાણીએ ટ્વિટ કરતાં લખ્યુ છે કે, હું ગુજરાતી ફિલ્મોની આખી ટીમને શુભેચ્છાઓ પાઠવું છે. ‘હેલારો’ અને ‘રેવા’એ રાષ્ટ્રીય ફિલ્મનો સન્માનિત એવોર્ડ તેમનાં નામે કર્યો છે. આપણી સરકાર ક્વોલિટી ગુજરાતી ફિલ્મોને સ્પોર્ટ કરવા અને તેને વધાવે છે. આ આપણાં માટે ગર્વની વાત છે. ગુજરાતી સિનેમાએ આવું શ્રેષ્ઠ સન્માન પ્રાપ્ત કર્યુ છે. આ ટ્વિટ સીએમઓ ગુજરાત દ્વારા કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




