મુંબઇ,તા.૧૫
ખાનગી ક્ષેત્રની ICICI બેંકે તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકેના ઝીરો બેલેન્સ ખાતાધારકોએ ૧૬ ઓક્ટોબરથી બેંકમાંથી કેશ વિડ્રોલ માટે ૧૦૦ રૂપિયાથી લઈ ૧૨૫ રૂપિયા ચાર્જ આપવો પડશે. ઉપરાંત જો ગ્રાહક બેંકની શાખામાં મશીન દ્વારા રૂપિયા જમા કરાવશે તો તેના માટે પણ ચાર્જ આપવો પડશે. ચાર્જથી બચવા બેંકે તેના ઝીરો બેલેન્સ ખાતાધારકોને એકાઉન્ટને બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાં બદલવા અને બંધ કરી દેવા પણ વિનંતી કરી છે.
આઈસીઆઈસીઆઈ બેંકે તેના એકાઉન્ટ હોલ્ડર્સ માટે એક નોટિસ બહાર પાડીને કહ્યું, અમે ગ્રાહકોને બેંકિંગ ટ્રાન્ઝેક્શન્સ ડિજિટલ મોડમાં કરવા ઉત્સાહિત કરીએ છીએ. તેનાથી ડિજિટલ ઈન્ડિયા ઈનિશિએટિવને પ્રોત્સાહન મળશે. બેંકે મોબાઈલ બેંકિંગ કે ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા થનારા ગ્દઈહ્લ્, ઇ્ય્જી તથા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર લાગતા તમામ પ્રકારના ચાર્જને ખતમ કરી દીધા છે.
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. તેમાં બેંકમાં રૂપિયા જમા કરાવવા, રૂપિયા ઉપાડવા, ચેકનો ઉપયોગ, એટીએમ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલ સર્વિસ ચાર્જ સામેલ છે. સર્વિસ ચાર્જમાં ફેરફાર મામલે એસબીઆઈએ પોતાની વેબસાઈટ પર એક સર્ક્યુલર જાહેર કર્યું છે. ભારતીય સ્ટેટ બેંક ૧ ઓક્ટોબરથી તેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



