જેલમાં બંધ લાલુ પ્રસાદ યાદવની તબિયતમાં સુધારો : કિડની ૬૦ ટકા કામ કરી રહી છે

0
3

રાંચી,તા.૧૫
રાંચીમાં રિમ્સ હોસ્પિટલમાં દાખલ ઇત્નડ્ઢ સુપ્રીમો લાલુ યાદવની તબિયતમા સુધાર આવી રહ્યો છે. લાલુ યાદવની કિડની પહેલા કરતા સારી રીતે કામ કરી રહી છે. ગયા અઠવાડિયે જાહેર કરાયેલા મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યુ હતુ કે લાલુ યાદવની કિડની ૪૦ ટકા કામ કરી રહી છે પરંતુ હવે તેમાં સુધારો થયો છે તેમની કિડની ૬૦% કામ કરી રહી છે.
મેડીકલ ટ્રિટમેન્ટના કારણે લાલુ યાદવની કિડનીની સ્થિતિમાં સુધારો આવ્યો છે. ઘાસ ચારા કૌભાંડમાં દોષી જાહેર થયા બાદ લાલુ યાદવ જેલમાં બંધ છે અને ત્યારથી તેમનુ સ્વાસ્થ્ય વાંરવાર બગડી જાય છે. જેના કારણે તેમને ઘણીવાર રિમ્સમાં દાખલ કરવા પડયા છે અને આ દરમિયાન જાણવા મળ્યુ કે ડાયાબિટીસથી પીડિત લાલુ યાદવની કિડની યોગ્ય રીતે કાર્ય કરી રહી નથી.
ડૉક્ટરોનું કહેવુ હતુ કે લાલુજીની કિડની માત્ર ૫૦ ટકા કામ કરી રહી છે. શરૂઆતથી જ લાલુની સારવાર કરી રહેલા ડૉ. ડીકે ઝાએ જણાવ્યુ કે લાલુ યાદવના સ્વાસ્થ્યમાં સુધારો આવી રહ્યો છે. પહેલી વાર લાલુની કિડની ૬૦ ટકા કામ કરી રહી છે. તેમને કેટલાક પસંદ કરાયેલી એન્ટિબાયૉટિક દવાઓ આપવામાં આવી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY