કૌટુંબિક વિવાદમાં હત્યા થયાની પોલીસને આશંકા
મુંબઇ,તા.૭
મહારાષ્ટ્રમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કેટલાક લોકોએ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રવિન્દ્ર ખરાત અને તેમના પરિવારના અનેક સભ્યો પર હુમલો કર્યો. આ હુમલામાં રવિન્દ્ર ખરાત સહિત પાંચ લોકોનાં મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. સૂચના બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસે ત્રણ સંદિગ્ધોની ધરપકડ કરી લીધી છે.
મળતા અહેવાલો મુજબ, મામલો જલગાંવના ભુસાવળનો છે. કહેવામાં આવી રહ્યું છે કે અજાણ્યા અપરાધીઓએ ઘરમાં ઘૂસીને ભાજપ નેતા અને તેમના પરિવાર પર હુમલો કરી દીધો. સૂત્રો મુજબ, હુમલાખોરોએ ભાજપ નેતા રવિન્દ્ર ખરાત, તેમના બે દીકરા અને મિત્ર પર ચાકૂથી હુમલો કર્યો અને પછી ગોળી મારીને હત્યા કરી દીધી. બીજી તરફ, સ્થાનિક પોલીસે જણાવ્યું કે, આ ઘટના મોડી રાત્રે ૧૦ વાગ્યે ભુસાવળના સમતા નગરમાં બની. તેના કારણે ભુસાવળ શહેરમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. હુમલાખોરોએ કાઉન્સિલર રવિન્દ્ર ખરાતના ઘરના આંગણામાં આવીને અંધાધૂંધ ગોળીબાર કરી આ ઘટનાને અંજામ આપ્યો.
આ હુમલામાં કાઉન્સિલર રવિન્દ્ર બાબુરાવ ખરાત (૫૫), અને તેમના ભાઈ સુનીલ બાબુરાવ ખરાત (૫૬), દીકરો પ્રેમસાગર રવિન્દ્ર ખરાત (૨૬) નાનો દીકરી રોહિત ઉર્ફે સોનૂ રવિન્દ્ર ખરાત (૨૫) અને સંબંધી સુમિત ગુજરે (૨૦)નું મોત થયું છે. જ્યારે રવિન્દ્ર ખરાતની પત્ની રજની ખરાત અને તેમની ત્રીજો દીકરો હિતેશ અને એક અન્ય સંબંધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમની હાલત ખૂબ જ નાજુક હોવાનું કહેવાય છે. બીજી તરફ, પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
કહેવામાં આવે છે કે હુમલાખોરો મોટરસાઇકલ પર સવાર થઈને રવિન્દ્ર ખરાતના ઘરે પહોંચ્યા અને આંગણામાં પ્રવેશતાં જ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો અને હત્યા બાદ ત્યાંથી ભાગી ગયા. ભુસાવળ પોલીસે આ મામલામાં અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આ હુમલામાં હુમલાખોરોએ પિસ્તોલ, ચાકૂ અને પથ્થરનો ઉપયોગ કર્યો હતો. હુમલાખોરો પણ ઘાયલ થયા છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, હુમલાખોરો અને મૃત પરિવારની વચ્ચે કોઈ બાબતને લઈ અંગત ખટરાગ હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


