ચંડીગઢ,તા.૭
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય દંગલ શરુ થઈ ગયું છે. એક બાજુ ભાજપ છે, જે સત્તામાં વાપસી કરવા થનગની રહ્યું છે, જ્યારે બીજી બાજુ કોંગ્રેસ છે જે સત્તામાં આવવા માટે સપના જોઈ રહ્યા છે. આ સપનાને હકીકતમાં બદલવા માટે કોંગ્રેસે તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો હરિયાણામાં રાહુલ ગાંધી આગામી દિવસોમાં કોંગ્રેસમાં પ્રાણ પુરવા માટે થઈ ફરી એક વાર પ્રચારનો ધમધમાટ શરુ કરી શકે છે. ૧૧ ઓક્ટબરથી રાહુલ ગાંધી હરિયાણામાં પ્રથમ રેલીને સંબોધન કરશે.
હાલમાં રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષનું પદ છોડયું છે. તેમ છતાં પણ રાહુલ ગાંધી કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં છે. પાર્ટીનું માનવું છે કે, રાહુલ ગાંધી વધુને વધુ મતદારોને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. કોંગ્રેસની વિચારધારાને જનતા સુધી પહોંચાડવામાં તેઓ સફળ રહે છે.
આપને જણાવી દઈએ કે, હરિયાણા અને મહારાષ્ટ્રમાં ૨૧ ઓક્ટોબરના રોજ વિધાનસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે, જેનું પરિણામ ૨૪ ઓક્ટોબરે આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



