અંતિમ દિવસે સેન્સેક્સ ૩૮ અંક વધી ૩૯૦૫૮ પર બંધ

0
23

મુંબઇ,તા.૨૫
શેરબજારમાં આજે દિવસના અંતે નજીવી વધ-ઘટ જોવા મળી છે. જેમાં સેન્સેક્સ +૩૭.૬૭ અંક એટલે કે ૦.૦૯૭% ટકા વધીને ૩૯,૦૫૮.૦૬ પર બંધ થયો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી -૮.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧,૫૭૪.૪૦ પર બંધ થઇ છે.
અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે શેરબજાર ગ્રીન સિગ્નલ સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેંસેક્સ ૧૩૬.૩૧ અંક એટલે કે ૦.૩૫ ટકાના વધારા સાથે ૩૯૧૫૬.૭૦ના સ્તરે ખૂલ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૩૧.૦૫ અંક એટલે કે ૦.૨૭ ટકા વધીને ૧૧૬૧૩.૬૫ના સ્તરે ખુલ્યો હતો.
દિગ્ગજ શેર્સની વાત કરીએ તો, શુક્રવારે ૈં્ઝ્ર, ઈન્ફોસિસ, જીમ્ૈં, ૈંર્ંઝ્ર, ઁડ્ઢહ્લઝ્ર બેંક, ્ઝ્રજી, બજાજ ફિન્સર્વ અને ૈંઝ્રૈંઝ્રૈં બેંકના શેર ગ્રીન સિગ્નલ સાથે ખુલ્યા હતા. તો ઘટાડા સાથે ખુલેલાં શેર્સની વાત કરીએ તો તેમાં ઈન્ફ્રાટેલ, ગ્રાસિમ,ભારતી એરટેલ, એચસીએલ ટેક, ઓએનજીસી, વેદાંતા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ અને એનટીપીસીના શેર સામેલ છે.
જોકે ઈન્ડેક્સના મોટા ભાગના શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સના ૩૦માંથી ૧૯ અને નિફ્ટીના ૫૦માંથી ૨૬ શેરમાં નુકસાન જોવા મળ્યું હતું. ઈન્ફ્રાટેલ ૭ ટકા ઘટયો. ટેક મહિન્દ્રામાં ૨.૬ ટકા ઘટાડો જોવા મળ્યો. એચસીએલ ટેક ૧.૫ ટકા નીચે આવ્યો. કોટક બેક્ન, ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ૦.૭ ટકાથી ૧ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY