લોન અપાવવાના બહાને રૂ. ૩૫ હજાર પડાવી લીધા

0
11

ત્રણ વ્યકિત સામે પોલીસ ફરિયાદ
સુરત, તા. ૨૨
રૂપિયા પાંચ લાખની લોન આપવાના બહાને રૂપિયા ૩૫ હજાર પડાવી લેનારા ત્રણ જણાં સામે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોîધાઈ હતી.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કારગીલ એક સક્રિતા સોસાયટીમાં રહેતા રત્નકલાકાર દિલીપ રાણાભાઈ લીંબાચીયાએ આરોપી કિર્તી મિશ્રા, સંદીપ ચૌધરી, હંસરાજ વિરુદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ફરિયાદીને ફોન કરી રૂપિયા પાંચ લાખની લોન આપવાના બહાને એકાઉન્ટમાં રૂપિયા ૩૫૦૦૦ ભરાવી લોન નહીં આપી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. કાપોદ્રા પોલીસે ફરિયાદ નોîધી પો.સ.ઈ. એ.જી. રબારીએ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY