હવે અજેન્દ્રપ્રસાદને પદભ્રષ્ટ કરી દેવાના નિર્ણયને બહાલી

0
71

અમદાવાદ, તા.૧૬
સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ મંદિરના ગાદીપતિ માટે છેલ્લાં ઘણાં વર્ષોથી ચાલી રહેલા વિવાદમાં આજે નડિયાદની કોર્ટે ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો અને સંસત્ગ મહાસભાએ મંદિરના ગાદીપતિ તરીકે અજેન્દ્રપ્રસાદને પદભ્રષ્ટ કરવાના સત્સંગ મહાસભાના નિર્ણયને બહાલી આપી હતી, જયારે મંદિરના ગાદીપતિ તરીકે રાકેશપ્રસાદની નિમણૂકને યોગ્ય ઠેરવી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રતિષ્ઠાના જંગ સમાન એવા આ કેસની વિગતો એવી છે કે, વડતાલ સ્વામિનારાયણ ગાદીના આચાર્ય તરીકે અજેન્દ્રપ્રસાદ હતા, પરંતુ સાધુ સંતો માનતા હતા કે ગાદીપતિ તરીકે બેસનાર આચાર્ય નહીં પણ સાધુ સંતોની મહાસભા જ સર્વોપરી છે. વડતાલ મંદિરના ગાદીના પૂર્વ આચાર્ય અજેન્દ્રપ્રસાદે સંપ્રદાયના નિયમ વિરુદ્ધ જઇને વઢવાણ ખાતે ત્રીજી ગાદી સ્થાપીને શ્રીજી મહારાજના આદેશો અને પવિત્ર શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કર્યું હતું. ઉપરાંત બ્રહ્મચારી અને સાધુને દીક્ષા ન આપવી, ગૃહસ્થ હરિભક્તોને ગુરુમંત્ર ન આપવો, નૂતન મંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કે પુનઃપ્રતિષ્ઠા ન કરવી, હરિભક્તોના ત્યાં પધરામણી ન કરવી, ભેટ મંદિરમાં જમા ના કરાવવી અને તે પોતાના અંગત ફાયદા માટે ઉપયોગમાં લેવા જેવા અનેક મુદ્દાઓને લઇને વિવાદમાં આવ્યા હતા. જેને લઇને ૩૧ જાન્યુઆરી ૨૦૦૩ના રોજ સાળંગપુર ખાતે સંતો અને હરિભક્તોની એક મહાસભા મળી હતી અને સર્વાનુમતે ઠરાવ પસાર કરીને અજેન્દ્રપ્રસાદને ગાદીપતિ તરીકે પદભ્રષ્ટ કર્યા હતા અને રાકેશપ્રસાદને ગાદીપતિ તરીકે બેસાડ્‌યા હતા. અજેન્દ્રપ્રસાદે સત્સંગ મહાસભાના તેમને પદભ્રષ્ટ કરવાના નિર્ણયને નડિયાદ કોર્ટમાં પડકાર્યો હતો. જા કે, નડિયાદ કોર્ટે ખૂબ જ મહત્વના ચુકાદા મારફતે તેમની અરજી ગ્રાહ્ય રાખી ન હતી અને તેમના પદભ્રષ્ટ કરતા નિર્ણયને બહાલી આપી હતી. ઉપરાંત અજેન્દ્રપ્રસાદને તમામ પ્રકારનાં પદો પરથી દૂર કર્યા હતા. આ કેસના ચુકાદાને લઇ આજે વહેલી સવારથીજ સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થકો તેમજ સત્સંગીઓ કોર્ટ સંકુલમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ખેડા જિલ્લા પોલીસે મંદિર તેમજ કોર્ટમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વડતાલ સ્વામિનારાયણ મંદિરની ગાદીપતિ બનવા માટે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આજે બંને પક્ષોની લાંબી દલીલો સાંભળ્યા બાદ નડિયાદના ત્રીજા સિનિયર સિવિલ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.જી.શાહ તેમનો મહ¥વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જા કે, આ ચુકાદાથી નારાજ અજેન્દ્રપ્રસાદ દ્વારા ઉપલી અદાલતમાં પડકાર ફેંકાય તેવી પૂરી શકયતા છે. પરંતુ હાલ તો રાકેશપ્રસાદ જૂથના અનુયાયીઓ અને સમર્થકો ખુશી અને ગેલમાં છે. આજે આવેલા તેમની તરફેણના નડિયાદ કોર્ટના ચુકાદાને લઇ સમર્થકોએ નડિયાદ કોર્ટની બહાર ફટાકડા ફોડી કાનૂની વિજયને વધાવ્યો હતો.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY