અભિનેત્રી શબાના આઝમીની માતા શૌકત આઝમીનું ૯૧ વર્ષની ઉંમરે નિધન

0
26

મુંબઈ,તા.૨૩
બોલિવૂડની અભિનેત્રી શબાના આઝમીની માતા અને ઉર્દૂના વિખ્યાત શાયર કૈફી આઝમીના પત્ની શૌકત આઝમીનું શુક્રવારે ૯૧ વર્ષની વયે નિધન થયું છે. શૌકત આઝમીએ ઉમરાવ જાન, બાઝાર, હીરરાંઝા જેવી ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો. હૈદરાબાદમાં જન્મેલાં શૌકત આઝમીએ તેમના પતિ સાથે ઈપ્ટામાં પણ કામ કર્યું હતું. તેઓ કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય પણ હતા.
લાંબા સમયથી બીમારી શૌકત આઝમીને મુંબઇ જુહૂ સ્થિત તેમના ઘરે સાંજે ૫ વાગ્યે હાર્ટ એટેક આવ્યો અને ત્યારે તેમનું નિધન થઇ ગયું. મળતી માહિતી પ્રમાણે તેમનું નિધન થયું ત્યારે શબાના હાજમી તેમની પાસે હાજર હતા.
ઉલ્લેખનીય છે કે તેમના જમાનામાં તે પ્રોગેસિવ રાઇટર્સ એસોસિએશનથી જોડાયેલા રહ્યા તેમણે અનેક નાટકોમાં કામ કર્યું. શૌકત આઝમીની પ્રખ્યાત ફિલ્મોની વાત કરીએ તો તેમા ગર્મ હવા, ઉમરાવ જાન, બાજાર, સલામ બોમ્બે અને સાથિયા હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY