મુંબઈ,તા.૩
ઇશાન ખટ્ટરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મીરા નાયરની સીરિઝ ‘અ સ્યૂટેબલ બોય’નો ફર્સ્ટ લુક શૅર કર્યો હતો. આ ફોટોગ્રાફમાં તે અને તબૂ હિંચકા પર જોવા મળે છે. કરણ જોહર, તારા સુતરિયા, આયુષ્માન ખુરાના અને મીરા રાજપૂત સહિત અનેક સેલિબ્રિટીઝે ‘અ સ્યૂટેબલ બોય’ના ફર્સ્ટ લુકની પ્રશંસા કરી હતી.
ઇશાન આ સીરિઝમાં પોલિટિશિયન મહેશ કપૂર (રામ કપૂરનું કૅરૅક્ટર)ના બળવાખોર દીકરા માન કપૂર તરીકે જોવા મળશે. જે સુંદર ગણિકા સઇદા બાઈ (તબૂનું કૅરૅક્ટર) પ્રત્યે આકર્ષાય છે. ‘અ સ્યૂટેબલ બોય’ એ આ જ નામની વિક્રમ સેઠની બેસ્ટ સેલિંગ નોવેલ પર આધારિત છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


