રાની મુખર્જીની ‘મર્દાની ૨’એ ૨૫ કરોડ કરતાં વધુની કરી કમાણી

0
5

મુંબઈ,તા.૧૯
રાની મુખર્જીની ફિલ્મ ‘મર્દાની ૨’એ છ દિવસની અંદર ૨૫ કરોડ કરતાં વધુ કમાણી કરી લીધી છે. આ ફિલ્મ ૨૭ કરોડના બજેટમાં બની છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણી લઈને ટ્વીટ કરતાં કહ્યું હતું, ફિલ્મે રિલીઝના છઠ્ઠા દિવસે ૨.૨૫ કરોડની કમાણી કરી. આ પહેલાં શુક્રવારે ૩.૮૦, શનિવારે ૬.૫૫ કરોડ, રવિવારે ૭.૮૦ કરોડ, સોમવારે ૨.૮૫ કરોડ, મંગળવારે ૨.૬૫ કરોડની કમાણી કરી હતી. ફિલ્મે છ દિવસમાં કુલ ૨૫.૯૦ કરોડની કમાણી કરી હતી.
ગોપી પુથરને ડિરેક્ટ કરેલી ‘મર્દાની ૨’ સીરિયલ કિલરની વાત કરે છે, જે યુવતીઓને શિકાર બનાવે છે. રાનીએ શિવાની શિવાજી રોયની ભૂમિકા ભજવી છે. તે આ કિલરને પકડવા આકાશ-પાતાળ એક કરે છે. ફિલ્મમાં રાનીની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા છે. સીરિયલ કિલરના રોલમાં વિશાલ જેઠવાએ ચાહકોના દિલ જીતી લીધા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY