મુંબઇ,તા.૧૫
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપ ૨૦૧૯ બાદથી જ ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. સંન્યાસની અટકળો વચ્ચે ધોની ક્રિકેટ મેદાન પર જલ્દી વાપસી કરે એવા સમાચાર મળ્યા છે. આપને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા બાદ ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ પ્રવાસે જશે. ત્યાં ટી૨૦ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે. પરંતુ તેમાં ધોનીને સામેલ કરવામાં આવ્યો નથી.
પરંતુ હવે ધોનીને લઈ વધુ એક સમાચાર મળ્યા છે. ઓસ્ટ્રેલિયાએ આગામી મહિને આગ પીડિતોની મદદ માટે એક ચેરિટી મેચનું આયોજન કર્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ મેચમાં સચિન તેંડુલકર સાથે ધોની પણ મેદાન પર ઉતરી શકે છે. ખરેખર, ઓસ્ટ્રેલિયા હાલ ઇતિહાસની સૌથી મોટી અને ભયાનક વિપત્તિથી સંઘર્ષ કરી રહ્યું છે. આ મેચ ૮ ફેબ્રુઆરીએ રમાશે. આ મુકાબલામાં એક ટીમની કેપ્ટનશિપ રિકી પોન્ટિંગ કરશે. જ્યારે બીજી ટીમની કેપ્ટનશિપ શેન વોર્ન કરશે.
રિપોર્ટ મુજબ આ મેચમાં બ્રેટ લી, જસ્ટિન લૈંગર, માઇકલ ક્લાર્ક, એડમ ગિલક્રિસ્ટ, શેન વોટ્સન અને એલેક્સ બ્લેકવેલ જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ ભાગ લેશે. આ મુકાબલાથી જેટલા પણ રૂપિયા એકત્ર થશે તે આગ પીડિતો માટે ઓસ્ટ્રેલિયા રેડ ક્રોસ વિપત્તિ અને સહાય ફંડમાં દાન આપવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે દુનિયાભરના દિગ્ગજો સાથે સચિન અને ધોની પણ આ ચેરિટી શોમાં ભાગ લઈ શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


