મુંબઈ,તા.૧૬
કારગિલ વોર હીરો વિક્રમ બત્રાની બાયોપિક ‘શેરશાહ’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા કેપ્ટન વિક્રમ બત્રાના રોલમાં છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં સિદ્ધાર્થની સાથે કિઆરા અડવાણી પણ લીડ રોલમાં છે. ફિલ્મના ડિરેક્ટર વિષ્ણુ વર્ધન છે અને સંદીપ શ્રીવાસ્તવ ફિલ્મના રાઇટર છે. આ ફિલ્મને કરણ જોહરના ‘ધર્મા પ્રોડક્શન’ હાઉસે પ્રોડયૂસ કરી છે. ફિલ્મનો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર શેર કરતાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ લખ્યું કે, ‘મોટા પડદા પર હિંમત અને કુરબાનીને દેખાડવાનો મોકો મળ્યો છે તે બદલ ગર્વ અનુભવું છું. શેરશાહ મારફતે કેપ્ટન વિક્રમ બત્રાની અનટોલ્ડ ટ્રુ સ્ટોરીને લાવી રહ્યા છે. ફિલ્મ ૩ જુલાઈના રોજ રિલીઝ થશે.’
કેપ્ટન વિક્રમ બત્રા ઇન્ડિયન આર્મી ઓફિસર હતા. ૧૯૯૯ની ભારત પાકિસ્તાન વચ્ચેની કારગિલ વોરના તેઓ હીરો હતા. તેમના સાહસ બદલ તેમને પરમવીર ચક્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું. કારગિલ યુદ્ધમાં તેમણે પહાડોમાં સૌથી ટફ ઓપરેશનને લીડ કર્યું હતું. તેઓ ‘શેરશાહ’ના નામે પાકિસ્તાન આર્મીમાં જાણીતા હતા. આ બાયોપિકનું શૂટિંગ લેફ્ટનન્ટ વાય.કે. જોશી અને વિક્રમ બત્રાના ભાઈ વિશાલ બત્રાની હાજરીમાં થયું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


