મુંબઈ,તા.૧૯
ઈરફાન ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકીને ચમકાવતી ડિરેક્ટર રિતેશ બત્રાની પહેલી ફિલ્મ ‘લંચબોક્સ’ (૨૦૧૩) ખાસ્સી પ્રશંસા પામી હતી. હવે આ જ ડિરેક્ટર નવી ફિલ્મ ‘ફોટોગ્રાફ’ લઈને આવ્યા છે, જેમાં મુખ્ય ભૂમિકામાં અગેઈન નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે ‘દંગલ’ ગર્લ સાન્યા મલ્હોત્રા દેખાશે.
‘ફોટોગ્રાફ’માં રફી (નવાઝુદ્દીન સિદ્દીકી) મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા’ પર પ્રવાસીઓના ફોટોગ્રાફ પાડી આપતો ફોટોગ્રાફર છે. ત્યાં જ એ મિલોની (સાન્યા મલ્હોત્રા)નો ફોટો પાડે છે અને બંનેની ઓળખાણ થાય છે. ત્યાંથી એ મિલોનીને પોતાની પ્રેમિકા નૂરી તરીકે પોતાની દાદી પાસે લઈ જાય છે અને બંનેની સ્ટોરી આગળ ધપે છે.
જાન્યુઆરી મહિનામાં ‘ફોટોગ્રાફ’ સન્ડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થઈ હતી. તે પછી તાજેતરમાં જ સંપન્ન થયેલા બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ તેને પ્રદર્શિત કરવામાં આવી હતી. ‘ફોટોગ્રાફ’માં સચિન ખેડેકર, ગીતાંજલિ કુલકર્ણી, જિમ સાર્ભ જેવા કલાકારો દેખાશે. ‘ફોટોગ્રાફ’ ૧૫ માર્ચે ભારતમાં રિલીઝ થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




