મંદસૌરમાં સ્થપાશે દેશની સૌથી મોટી ૨૫૧ ફૂટ ઊંચી ભારત માતાની પ્રતિમા

0
16

મંદસૌર,તા.૧૬
દેશની સૌથી ઊંચી ભારત માતાની પ્રતિમા મંદસૌરમાં સ્થાપિત થશે. તે રપ૧ ફૂટ ઊંચી હશે અને અષ્ટધાતુમાંથી બનેલી હશે. આ માટે દિલ્હીના ગુડગાંવની માતુરામ આર્ટ ઓફ રિસર્ચ કંપનીએ ડ્રોઇંગ-ડિઝાઇન તૈયાર કર્યાં છે, તેમાં ભારત માતા સિંહ પાસે હાથમાં ત્રિરંગો લઇને ઊભેલાં જાવાં મળશે. તેમની પાછળ અખંડ ભારતનો નકશો હશે.
લગભગ પાંચ વર્ષમાં પૂરા થનારા આ પ્રોજેક્ટ પર રૂ.૩૦ કરોડનો ખર્ચ થશે. આ માટે બે મહિના પૂર્વ આકોદડામાં ૧૧ લાખ દીપક સળગાવીને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવનાર કામાખ્યા સેવાધામ સમિતિએ કવાયત હાથ ધરી છે. પ્રતિમાની સ્થાપના અને સક્્ર્યુલેટિંગ એરિયા માટે લગભગ ૬ લાખ વર્ગફૂટ જમીનની આવશ્યકતા રહેશે. આ માટે ધર્મ રાજેશ્વરમાં જમીન જાઇ રખાઇ છે.
સમિતિની પહેલી પ્રાથમિકતા જિલ્લા મુખ્યાલયમાં પ્રતિમા સ્થાપિત કરવાની છે. દેશમાં ભારત માતાની આટલી મોટી મૂર્તિ કોઇ જગ્યાએ નથી. કામાખ્યા સેવાધામ સમિતિના સંસ્થાપક પંડિત મધુસૂદન શાસ્ત્રીએ જણાવ્યું કે રપ ગામના ૧૦૦ સ્થાયી અને ૪,૦૦૦ અસ્થાયી સભ્ય છે. બે મહિનાની અંદર સ્થાયી સભ્યની સંખ્યા ૧,૦૦૦ થઇ જશે.
દરેક ગામમાં ચાર-ચાર સભ્યની સમિતિ બનાવાશે. આ સિલસિલો આઠ મહિના સુધી ચાલશે. ત્યારબાદ તમામ સભ્ય બે વર્ષમાં એક લાખ ગામડાં સુધી પહોંચશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY