મુંબઈ : ચમત્કારિક રીતે બાળકો બચ્યાં,વાનમાંથી ઊતર્યાં અને આગ લાગી

0
9

મુંબઈ,તા.૨૦
વરલીની ગ્રીન લોન્સ સ્કૂલના ધો.પથી ૮ સુધીનાં આઠ બાળકો સ્કૂલ વાનમાં ઘરે જઇ રહ્યાં હતાં ત્યારે તેમાં અચાનક આગ લાગવાની ઘટના બની. નસીબની બલિહારી જુઓ. માત્ર એક મિનિટ પહેલાં એક વિદ્યાર્થિનીને ડ્રોપ કરવામાં આવી હતી ત્યારે અન્ય વિદ્યાર્થીઓ મસ્તી કરવાના હેતુથી વાનમાંથી ઊતરી ગયા. બાળકો ઊતરીને ઊભાં હતાં ત્યાં જ વાનમાં આગ લાગી અને મોટી દુર્ઘટના ટળી ગઇ.
વાન સર્વિસ પ્રોવાઇડર રવીન્દ્ર વિનેરકરે જણાવ્યું કે અમે એક છોકરીને ડ્રોપ કરવા માટે અમે જ્યારે વાન ઊભી રાખી ત્યારે તેમની વચ્ચે કોઇ પ્રેન્ક ચાલી રહ્યુ હોવાના કારણે બધા વિદ્યાર્થીઓ નીચે ઊતરી ગયાં હતાં. હું આ બધાને ફરી વાનમાં બેસાડવા નીચે ઊતર્યો ત્યારે મેં સાઇલેન્સર પાસે સ્પાર્ક થતાં જાયો અને તાત્કાલિક વાનમાં રાખવામાં આવેલું ફાયર એકિસ્ટંગ્વિશર લીધું. મેં આગને કાબૂમાં લેવાની કોશિશ કરી, પરંતુ આગ વધી ગઇ. ત્યાર બાદ ફાયર બ્રિગેડને જાણ કરાઇ.
આ બનાવને કારણે ફરી એક વાર સ્કૂલ બસ તરીકે વાનના ઉપયોગ અને વિદ્યાર્થીઓની સેફટી સામે સવાલો ઊભા થયા છે. નિયમ પ્રમાણે ૧૩થી ઓછી કેપેસિટી ધરાવતાં વાહનને સ્કૂલ બસ તરીકે ઉપયોગમાં લેવા પર પ્રતિબંધ છે. ર૦૧રથી વાનના ઉપયોગ વિરુદ્ધ લડી રહેલા સ્કૂલ બસ ઓનર્સ એસોસીએશનના પ્રમુખ અનિલ ગર્ગે જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકાર બાળકોની સલામતી માટે બેદરકાર હોય તેવું ફીલ થાય છે. વાનને સ્કૂલ બસ તરીકે ચલાવવા પર પ્રતિબંધ છે, કેમકે તે જાખમી છે. એક સમયે વાનમાં ૧ર વર્ષથી નીચેનાં ફકત છ જ વિદ્યાર્થીઓ બેસાડવાની પરવાનગી છે, પરંતુ આ બસમાં આઠ વિદ્યાર્થીઓ બેઠા હતા.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY