ન્યુ દિલ્હી,તા.૨૦
કેન્દ્ર સરકારે તમામ ૨૪ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને પત્ર લખીને કહ્યુ છે કે હાઈકોર્ટમાં જજની નિયુક્તિમાં અનુસુચિત જાતિ-જનજાતિ, અલ્પસંખ્યક અને મહિલાઓને પ્રતિનિધિત્વ આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે ઉચ્ચ ન્યાયપાલિકામાં અનામતની વ્યવસ્થા નથી, અનામત માત્ર નીચલા સ્તરે જ છે.
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે દેશની તમામ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને પત્ર લખીને આગ્રહ કર્યો છે કે જજ માટે યાદી મોકલતી વેળાએ અનામત વર્ગોના વકીલોને તેમાં જગ્યા આપવામાં આવે. નરેન્દ્ર મોદી સરકાર જ્યારથી શાસન પર આવી છે ત્યારથી અનામત આપવાના વિષયમાં હાઈકોર્ટને છ વખત પત્ર લખાઈ ચૂક્યો છે પરંતુ કોઈ પ્રભાવી પગલાં લેવાયા નથી.
જજની નિયુક્તિ માટે બની રહેલા એમઓપીમાં પણ સરકારે આ મુદ્દો રાખ્યો છે. સરકારે કહ્યુ કે અનામત વર્ગના પ્રતિભાવંત વકીલોનો ડેટાબેઈઝ બનાવવામાં આવે જે જજના નામની ભલામણ કરતી વેળાએ કોલેજિયમ દ્વારા રેફર કરવામાં આવ્યો હોય. આ સાથે સરકારે એવું પણ કÌšં કે હાઈકોર્ટ કોલેજિયમ પરામર્શનો આધાર વધુ વિસ્તૃત કરે તથા જજ માટે નામોને સુચવવા માટે બાર એસોસિએશન, એડવોકેટ જનરલ તથા રાજ્યપાલની પણ સલાહ લેવામાં આવે. જા કે કોલેજિયમ સરકારના આ આગ્રહ પર સહમત નથી.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



