‘કલંક’ પૂરું થતા સોનાક્ષી સિંહા ‘દબંગ-૩’નું શૂટિંગ શરૂ કરશે

0
9

મુંબઈ,તા.૧૧
મોખરાની અભિનેત્રી સોનાક્ષી સિંહાએ એક મેગેઝિનના કવર શૂટ માટે મકાઉ જવા રવાના થવા પહેલાં કહ્યું હતું કે હું બહુ જલદી દબંગ થ્રીનું શૂટિંગ શરૃ કરીશ.
તાજેતરમાં એણે ખમતીધર ફિલ્મ સર્જક કરણ જાહરની મેગાબજેટ મલ્ટિસ્ટાર ફિલ્મ કલંકના પોતાના હિસ્સાનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ શ્રીલંકામાં ન્યૂ યરની ઊજવણી કરીને એણે પોતાની ઔર એક આગામી ફિલ્મ મિશન મંગલના શૂટિંગમાં ભાગ લીધો હતો. એમાં થોડો સમય ગાળ્યા બાદ એ મેગેઝિનના કવર શૂટ માટે મકાઉ જવા રવાના થઇ હતી.
મિશન મંગલમાં એની સાથે ફરી એકવાર મોખરાનો અભિનેતા અક્ષય કુમાર ચમકી રહ્યો છે. આ બંને કલાકારો અગાઉ સાથે કામ કરી ચુકવ્યા છે. ખાસ કરીને તેમની રાઊડી રાઠોડ સુપરહિટ નીવડી હતી.ઔએેણે કહ્યું કે મારા માટે ૨૦૧૯નો આરંભ બહુ સરસ રીતે થયો હતો. કલંક અને મિશન મંગલ પછી નજીકના ભવિષ્યમાં હું સલમાન ખાન સાથેની મારી સુપરહિટ સિરિઝ દબંગની ત્રીજી કડીનું શૂટિંગ શરૃ કરીશ. આમ મારા માટે નવું વર્ષ સરસ રીતે શરૃ થયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY