બોલો…ફ્લોપ છતાં ‘ઝીરો’ની સિક્વલ બનશે..!!

0
8

મુંબઈ,તા.૩૧
સુપર સ્ટાર શાહરુખ ખાનને વહેંતિયા જેવડો રજૂ કરનારી આનંદ એલ રાયની ફિલ્મ ઝીરો બોક્સ આૅફિસ પર ભૂંડે હાલે પટકાઇ પડી હોવા છતાં આ ફિલ્મની સિક્વલ બનાવવાનો વિચાર શાહરુખે પડતો મુકિયો નથી.
શાહરુખની નિકટનાં સૂત્રોએ કહ્યુ કે શાહરુખ હજુ પણ પોતાને સેલેબલ કલાકાર માને છે. એને એમ છે કે ગમે તેવા સુપર સ્ટારની પણ એકાદ બે ફિલ્મો તો બોક્સ આૅફિસ પર પીટાઇ જાય એ સ્વાભાવિક ગણાય. જા કે શાહરુખની છેલ્લી ચાર પાંચ ફિલ્મો બોક્સ આૅફિસ પર પીટાઇ ગઇ હતી જેમાં રઇસ, હેપ્પી ન્યૂ યર, યશ રાજની ફેન, ઇમ્તિયાઝ અલીની જબ હેરી મેટ સેજલ વગેરેનો સમાવેશ થાય છે.
આમ છતાં એ હિંમત હાર્યો નથી. એની વીએફએક્સની સગવડો પૂરી પાડતી કંપની અને રેડ ચીલીઝ દ્વારા બનાવાતી અન્ય ફિલ્મો ચાલે છે એટલે એને બહુ વાંધો આવતો નથી. ઝીરો ફિલ્મ બનતી હતી ત્યારથી એ ઝીરોની સિક્વલ બનાવવાનો વિચાર મમળાવ્યા કરતો હતો અને હવે ફિલ્મ બોક્સ આૅફિસ પર પીટાઇ ગઇ છતાં આ વિચાર એના મનમાંથી ગયો નથી એમ આ સૂત્રો કહે છે.
આ સૂત્રોના કહેવા મુજબ શાહરુખ અને આનંદ એલ રાય બંને બબુઆના પ્રેમમાં પડી ગયા છે અને સિક્વલ બનાવે તો નવાઇ પામવા જેવું નહીં ગણાય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY