તા.૧૮/૦૭/૨૦૧૮ ના રોજ રેલ્વે સ્ટેશનના કર્મચારીને આશરે ૧૩ વર્ષની ઉંમરનો બાળક મળી આવેલ જેઓએ રેલ્વે પોલીસને સોપેલ ત્યારબાદ રેલ્વે પોલીસે ચાઇલ્ડ લાઇન સંસ્થાનો સંપર્ક કરી બાળકને ચાઇલ્ડ લાઇન સંસ્થાને સોંપવામાં આવેલ હતો. ચાઇલ્ડ લાઇન સંસ્થા ધ્વારા ચાઇલ્ડ વેલ્ફર કમીટી સમક્ષ બાળકને રજુ કરતા બાળકને ચિલ્ડ્રન હોમ, નડીઆદ ખાતે આશ્રય આપવામાં આવેલ, ત્યારબાદ કાઉન્સેલર ત્રિભુવન મકવાણા તથા સંસ્થાકીય અધિકારી ર્ડા.અલકા રાવલ ધ્વારા બાળકનુ કાઉન્સેલીંગ કરવામાં આવેલ હતું.
કાઉન્સેલીંગ કરતા જાણવા મળેલ કે બાળક ઝારખંડના કોદરમા જિલ્લાના ખાંડી ગામનો છે. બાળકના પિતા તેની માતાને છોડીને બીજા લગ્ન કરેલ હતા. બાળકને નાનો એક ભાઇ અને એક બહેન છે. માતાને તેના પીયરમાંથી કાઢી મુકેલ હોઇ, માતા તેના ત્રણ બાળકો સાથે ફુટપાથ પર રહેતી હતી. માતા મજુરી કરી ત્રણે બાળકોનુ ભરણ પોષણ કરતી હતી. તેની માતાએ બાળકને પડોશમાં રહેતા એક માણસ સાથે અમદાવાદ ખાતે નોકરી પર રાખવા માટે મોકલેલ. આ બાળકને કાલુપુર રેલ્વે સ્ટેશન નજીક આવેલ ચામડાની બેગની ફેકટરીમાં સોલ્યુશન લગાવવા માટે મજુરીએ મોકલેલ. બાળકને સવારના ૭.૦૦ થી રાતના ૧૨.૦૦ વાગ્યા સુધી સતત મજુરી કરાવવામાં આવતી. બાળકને મારજુડ કરવામાં આવતી. બાળક આ ત્રાસથી ત્રાસી કંટાળીને ભાગી ગયેલ.
બાળક ફેટકરીમાંથી ભાગીને કાલુપુર રેલ્વે સ્ટેશન પહોચેલ ત્યાથી ટ્રેનમાં બેસેલ. ટ્રેનમાં ટીકીટ ચેકરે ટીકીટ માંગતા બાળકે તેની સ્ટોરી જણાવેલ. બાળકનો તેના માતા સાથે ફોન પર સંપર્ક કરી બાળકનુ આધાર કાર્ડ મંગાવી ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઇલ્ડ વેલ્ફર કમિટી, કોદરમા-ઝારખંડનો સંપર્ક કરી બાળકના વાલીને ત્યા બોલાવી તેની ઘર તપાસ કરાવેલ. બાળકની માતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ચાઇલ્ડ વેલ્ફર કમિટી, કોદરમા-ઝારખંડ ધ્વારા ત્યાના કલેકટરશ્રીની મંજુરી લઇને જિલ્લા બાળ સુરક્ષા એકમના ડી.સી.પી.ઓ. નરેન્દ્રકુમાર સિંઘ તથા એલ.પી.ઓ. દિનેશકુમાર પાલ તા.૨૦/૦૮/૨૦૧૮ ના રોજ બાળકને કોદરમા-ઝારખંડ લઇ જવા સોપેલ. સમગ્ર પ્રક્રિયામાં બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા વિભાગ, નડિયાદ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ. તે સમયે ચાઇલ્ડ વેલ્ફર કમિટીના ચેરમેનશ્રી રાજુભાઇ સરૈયા તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એલ.જી. ભરવાડ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી, મહેશ પટેલ હાજર રહયા હતા તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી, નડિયાદની યાદીમાં જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


