ગ્રામજનોને તેમની સમસ્યાઓને લઇને સરકાર પાસે આવવું ન પડે, પરંતુ સરકાર સ્વયં તેમના પ્રશ્નો અને સમસ્યાના ઉકેલ માટે તેમના દ્વારે જાય તેવી વ્યવસ્થા ગુજરાતના દીર્ઘદૃષ્ટા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વની સરકારે સુનિશ્ચિત કરી છે. જેના ભાગ રૂપે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉમરગામ તાલુકાના સોળસુંબાની ઉત્તર બુનિયાદી શાળાના હોલ ખાતે વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આ અવસરે આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, સામાન્ય પ્રજાને સરકારી સેવાઓ મેળવવામાં કોઇ મુશ્કેલીઓ ન પડે તે માટે કર્મચારીઓ કર્મયોગી બનીને નિષ્ઠાપૂર્વક કામગીરી કરે તે આવશ્યક છે. પ્રજાના પ્રશ્નોનો દૃષ્ટિકોણ સમજી તેનો યોગ્ય રીતે નિકાલ થશે તો જ સરકારનો ઉદ્દેશ પાર પડશે. સેવાસેતુ કાર્યક્રમની ગંભીરતા સમજી સંબંધિત અમલીકરણ અધિકારી/ કર્મચારીઓ સંવેદનશીલ અભિગમ અપનાવે અને પ્રજાલક્ષી કામોને અગ્રીમતા આપી હકારાત્મક નિકાલ થાય તે માટે પૂરતા પ્રયાસો હાથ ધરવા સૂચના આપી હતી. સામાન્ય પ્રજાને ગેરમાર્ગે દોરનાર અધિકારી/ કર્મચારીઓ સામે કડક પગલાં લેવાશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. ત્રણ તબક્કાના સેવાસેતુ કાર્યક્રમોમાં સમગ્ર રાજ્યના એક કરોડ જેટલા નાગરિકોને લાભ મળ્યો છે, ત્યારે આ ચોથા તબક્કાના કાર્યક્રમનો પણ બહોળી સંખ્યામાં નાગરિકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રીના જુજવા ખાતે યોજાયેલા કાર્યક્રમના સફળ આયોજન માટે જિલ્લા કલેક્ટર સહિત સમગ્ર વહીવટીતંત્રને વનમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.વલસાડ કલેકટર સી.આર.ખરસાણે સેવાસેતુ કાર્યક્રમમાં આવેલા અરજદારો સાથે રૂબરૂ મુલાકાત લઇ પ્રશ્નો સાંભળ્યા હતા, અને તેના વેળાસર નિકાલ માટે સંબંધિત અધિકારી/કર્મચારીને સૂચના આપી હતી.
સેવાસેતુ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રીમીલેયરને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, બી.પી. અને ડાયાબીટીસની ચકાસણી માટે હેલ્થ વેલનેસ કાર્ડ, લગ્ન માટે નોંધણી પ્રમાણપત્ર, આધારકાર્ડ, મા અમૃતમ-વાત્સલ્ય કાર્ડ નોંધણી, ૭-૧૨, ૮-અના પ્રમાણપત્રો, પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત બેન્કોમાં બચતખાતા ખોલવા માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરિકતા તેમજ દિવ્યાંગતા પ્રમાણપત્રો, લર્નિંગ લાયસન્સ, કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળના વ્યક્તિલક્ષી લાભો માટેની અરજીઓ, વિધવા સહાય તેમજ નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામજનો, અરજદારો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.
સ્વાગત પ્રવચનમાં સરપંચ અમિતભાઇએ સૌને આવકાર્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




