કલેકટર કચેરી ખાતે યોજાયેલ ‘ઓપન હાઉસ કાર્યક્રમ’માં ૩૮ હુકમો કરાયા

0
19

મુંબઇ જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ની કલમ-૬૫,૬૬,૬૭ હેઠળની જમીનનો બિનખેતી ઉપયોગ કરવા માટે બિનખેતીની અરજીઓનો નિકાલ તથા ગણોતધારાની કલમને આધિન તથા પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીન હેતુફેર કરવા અંગેની તેમજ ગામ નોકર/ચાકરીયાત/રીગ્રાન્‍ટ પ્રકારની નવી શરતની જમીન હેતુફેર કરવા અંગેની અરજીઓનો ઝુંબેશ સ્‍વરૂપે નિકાલ કરવા અંગેનો ‘ઓપન હાઉસ કાર્યક્રમ’ તાજેતરમાં કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં અરજીઓના મંજુરી પત્રો તથા હુકમો સબંધિત ખાતેદારો/ કબજેદારોને કલેકટર કચેરીમાં રૂબરુ બોલાવી વિતરણ કરવામાં આવ્‍યા હતા.

વિતરણમાં કરવામાં આવેલ મંજૂરીપત્રો/હુકમોમાં જ.ક.માની કલમ-૬૫ હેઠળ બિનખેતી પરવાનગી અંગેના ૨૧ હુકમો, કલમ-૬૫ (તત્કાલ) હેઠળ બિનખેતી પરવાનગી અંગેના ૧૫ હુકમો, જ.મ.કા.ની કલમ-૬૬,૬૭ હેઠળ બિનખેતી પરવાનગી અંગેના ૦૭ હુકમો, તત્કાલ બિનખેતી પરવાનગી અંગેના ૬ હુકમો, ગણોતધારાને આધિન નવી શરતની જમીન હેતુફેર કરવા અંગેના ૮ હુકમો, ગામના નોકર/ચાકરીયાત/ પ્રકારની નવી શરતની જમીન હેતુફેર કરવા અંગે પ્રિમીયમ ભરવાના પત્રો-૨, મળી કુલ ૩૮ હુકમો કરવામાં આવ્યો હતો.

જેમાં બિનખેતી જમીનનું કુલ ક્ષેત્રફળ ૧૫૨૦૮૧ ચો.મી. અને હેતુફેર થયેલ જમીનનું કુલ પ્રીમિયમ રૂપિયા રૂ.૬,૮૬,૨૮,૯૯૯/- થાય છે એમ જિલ્લા કલેકટર કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY