નડિયાદમાં પૂ.બાપુની ૧૫૦મી જન્મજ્યંતિ નિમિતે ભજનસંધ્યા યોજાઇ ..

0
44

તા.૨જી ઓક્ટોબર રાષ્‍ટ્રપિતા પૂ.મહાત્‍મા ગાંધીજીની ૧૫૦મી જન્‍મજ્યંતિની રાષ્‍ટ્રવ્‍યાપી ઉજવણીના ભાગરૂપે ઇપ્‍કોવાલા હોલ, નડિયાદ ખાતે સ્‍વચ્‍છતા હી સેવા પખવાડીયાનો સમાપન અને પૂ. મહાત્‍મા ગાંધીજીની ૧૫૦ મી જન્‍મજ્યંતિ અને ભજનસંધ્‍યા કાર્યક્રમમાં રાજયના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ પૂ. મહાત્‍મા ગાધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી આદરાંજલિ આપી હતી.

શિક્ષણમંત્રીશ્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ જણાવ્‍યું હતું કે, પૂ. મહાત્‍મા ગાંધીજીના વિચારો આજે ૧૫૦ વર્ષ પછી પણ એટલા જ આદર્શ છે. પૂ.બાપુ સત્‍ય અને અહિંસાના વિચારો તેમજ સ્‍વચ્‍છતાને વધુ પ્રાધન્‍ય આપતા હતા અને પોતાનું કામ જાતે જ કરવાનો વધુ આગ્રહ રાખતા હતા. તેઓશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, વૈષ્‍ણવજન તો તેને કહીએ જે પીડ પડાઇ જાણે રે ભજન આજથી ૪૦૦ વર્ષ જુનું હોવા છતાં આજે પણ તેમાથી ઘણું શીખવા મળે છે અને તેથી જ આ ભજન આવનાર પેઢી ખુબ સારી રીતે જાણી-સમજી શકે તે માટે પાઠ્ય પુસ્‍તકમાં તેનો સમાવેશ કરવામાં આવ્‍યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. આજની પેઢીને ગાંધીમય બની સારા વિચારોની આપ-લે કરી આવનાર ભાવિપેઢી તેમજ દરેક સમાજમાં ઉપયોગી બનવા અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ જણાવ્‍યું કે, ખેડા જિલ્‍લાને હું મારૂં ‘‘ડિસ્‍ટ્રીક્ટ હોમ’’ માનું છું. તેઓશ્રીએ જણાવ્‍યું કે, આ જે આ પ્રાર્થના સભામાં જે કલાકારોની પસંદગી થાય છે તે સ્‍થાનિક કક્ષાના જ કલાકારો હોવા જોઇએ જેથી આ કલાકારોને એક નવી તક કે નવી ઉંચાઇએ જવામાં સરળતા રહે છે.

આ પ્રસંગે સ્‍વચ્‍છતાને પ્રાધાન્‍ય આપનાર તેમજ સ્‍વચ્‍છતા કેળવનાર તમામ સ્‍વચ્‍છતાગ્રહીઓને મંત્રીશ્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, જિલ્‍લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.એન.મોદી, જિલ્‍લા પોલીસ વડાશ્રી દિવ્‍ય મિશ્ર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી દિપીકાબેન પટેલે પ્રશસ્‍તિપત્ર આપી બહુમાન કર્યું હતું. તેમજ સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત સ્‍કૂલોમાં યોજાયેલ ચિત્ર સ્‍પર્ધા, નિબંધ સ્‍પર્ધા અને વક્તૃત્‍વ સ્‍પર્ધા હેઠળ પ્રથમ, દ્ધિતિય અને તૃતિય નંબર મેળવેલ બાળકોને પણ પ્રશસ્‍તિપત્ર આપી અભિવાદન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે નડિયાદ માઇ મંદિરના સંત શ્રી કેશવ ભવાની, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી કે.ડી.લાખાણી, પ્રાંત અધિકારી, મામલતદાર, જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નાયબ જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શિક્ષકો, વિધાર્થીઓ અને ખુબ મોટી સંખ્‍યામાં નગરજનો ઉપસ્‍થિત રહયા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY