ગરુડેશ્વર તાલુકા માં બે અકસ્માત માં એક નું ઘટના સ્થળે મોત જયારે ત્રણ ને ગંભીર ઈજાઓ થતા સારવાર હેઠળ
નર્મદા જિલ્લા માં તંત્ર ની મીઠી નજર હેઠળ આડેધડ અને બેરોકટોક ફરતા ખાનગી પેસેન્જર વાહનો ની સંખ્યા વધી રહી છે ત્યારે એસ ટી બસો ની તકલીફ ના કારણે ફરતા આ ખાનગી વાહનો વધુ કમાણી કરવા આડેધડ જતા હોય મુસાફરી કરતા લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે.
નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકા માં ગતરોજ બે ખાનગી વાહનો દ્વારા અકસમાત થયા જેમાં એક વ્યક્તિનું મોત થયું જયારે ત્રણ ને ગંભીર ઈજાઓ થઈ હતી એમાં ગરુડેશ્વર પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ ધીરખડી પાસે થયેલ અકસ્માત માં એક ખાનગી જીપ માં ચંપકભાઈ મથુરભાઈ તડવી ,બાબુભાઇ ગોવિંદભાઇ વસાવા જીપ માં આવતા હતા એ વખતે જીપ ચાલક કિરણ વસાવા એ જીપ પુરપાટ હંકારતા સ્ટિયરિંગ પર નો કાબુ ગુમાવતા એક ઊંડી ખીણ માં જીપ પલ્ટી ખવડાવી જેના કારણે બાબુ ગોવિંદ વસાવા અબે ચાલાક કિરણ ને ગંભીર ઈજાઓ થઈ જયારે જયારે અન્ય એક મુસાફર ચંપક મથુર તડવી નું ગંભીર ઇજાના કારણે સ્થળ પરજ મોત થયું હતું આ બાબતે મૃતક ચંપકભાઈ ના ભત્રીજા ભરત તડવી એ જીપ ચાલાક કિરણ વિરુદ્ધ ફરિયાદ આપી હતી
જયારે બીજો અક્સમાત ગરુડેશ્વર ના વઘરાલી પાસે થયો જેમાં ફરિયાદી વિજય ભુલાભાઇ તડવી ના કાકા નો દીકરો વિનુ ભીખાભાઇ તડવી વઘરાલી ગામ થી જતો હતો ત્યારે પુરપાટ આવેલા એક અજાણ્યા છકડા એ વિનુ ને અડફટે લઈ ટક્કર મારતા એ રોડ પર પડી જતા એને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી ગરુડેશ્વર પોલીસે બંને અકસ્માત મા ફરિયાદ લઈ કાયદેસર કાર્યવાહી કરી હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





