નડીઆદ-મંગળવાર-લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે ખેડા જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્ધારા આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અમલ કરવામાં આવી રહયો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્ધારા રાજકીય પક્ષોના પોસ્ટર, બેનર્સ, લખાણો હટાવવાની કામગીરી જિલ્લાના દશ નગરપાલિકા વિસ્તાર તેમજ તાલુકા કક્ષાએ ટીમો બનાવી ચૂંટણી જાહેર થતાની સાથે જ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરીના ભાગરૂપે જાહેર મિલ્કતો ઉપર જોવા મળેલ ૪૭ ભીંત લખાણો, ૪૦૧ પોસ્ટર, ૨૨૨ બેનર્સ તથા અન્ય ૪૮૩ પ્રકારની સામગ્રી હટાવવામાં આવી છે. જયારે ખાનગી મિલ્કત પરથી ૩૯ ભીંત લખાણો, ૩૧ બેનર્સ તેમજ અન્ય ૨૨ પ્રકારની તથા પ્રચારાત્મક સામગ્રી હટાવવામાં આવી હતી. આમ કુલ ૧૨૪૫ જેટલા પોસ્ટર-બેનર્સ હટાવવામાં આવ્યા છે, તેમ આદર્શ આચાર સંહિતાના મુખ્ય નોડલ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી.લાખાણીએ જણાવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



