ચૂંટણી દરમિયાન સુરૂચિ તથા નીતિનો ભંગ થતો હોય તેવા ભાષણો પર પ્રતિબંધ

0
41

નડીઆદ-મંગળવાર-લોકસભાની સામાન્‍ય ચૂંટણી-૨૦૧૯ દરમ્‍યાન ખેડા જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તથા જિલ્લાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્‍તારોમાં કોઇ અવળા પ્ર­ત્‍યાઘાત ન પડે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ  રમેશ મેરજાએ સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) (છ)  હેઠળ સમગ્ર ખેડા જિલ્લામાં તા.૨૭-૦૫-૨૦૧૯ સુધી નીચે મુજબના કૃત્‍યો કરવાની મનાઇ ફરમાવી છે.

તે મુજબ જે છટાદાર ભાષણ આપવાની, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેરખબરો અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્‍તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કર્યાથી અથવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અધિકૃત કરાયેલ અધિકારી તથા સબંધિત મતદાર વિભાગના નિર્વાચન અધિકારી અથવા તેના દ્વારા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચી અથવા નીતિનો ભંગ થતો હોય અથવા રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, તે ચાળા કરવાની અને તે ચિત્રો, તે નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા ફેલાવો કરવાના કૃત્‍યો પર મનાઇ ફરમાવી છે. આ હુકમ સમગ્ર ખેડા જિલ્લામાં લાગુ પડે છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્‍યક્‍તિ ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY