નડિયાદ,તા.૪
નાયબ મુખ્યનમંત્રી નીતિન પટેલે નડિયાદ ખાતે ખેડા જિલ્લાતમાં પીવાના પાણીના પ્રશ્નો અંગે જિલ્લાતના ઉચ્ચજ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જિલ્લાડમાં જે વિસ્તોરોમાં પીવાના પાણીના પ્રશ્નો અંગેની રજૂઆતો મળે તો તેનો સત્વરે હકારાત્મયક ઉકેલ કરવા સૂચનાઓ આપી હતી. નાયબ મુખ્યમંત્રીએ અન્યલ જિલ્લાઓ કરતાં ખેડા જિલ્લા્માં પીવાના પાણીના પ્રશ્નો હળવા છે તેમ જણાવતાં ઉમેર્યું હતું કે, ખેડા જિલ્લામાં હયાત પાણી પુરવઠા યોજનાની મરામત કામગીરી, નવી પાઇપલાઇન નાખવી, નવા ટયુબવેલ બનાવવા, નાગરિકોને નર્મદા યોજનાના પાણી સહિત અન્યી યોજનાઓમાં પાણી મળી રહે તે માટે લાંબાગાળાનું આયોજન ઘડી કાઢવામાં આવશે. નાણાંના અભાવે પીવાના પાણીનું કોઇપણ કામ અટકશે નહી તેમ તેમણે ઉમેર્યું હતું.
નાયબ મુખ્યળમંત્રીએ જણાવ્યું કે, જિલ્લામાં પાણી પુરવઠા બોર્ડ તેમજ ધારાસભ્ય, સંસદસભ્યની ગ્રાન્ટેમાંથી બનેલ હેન્ડળ પંપ જા બંધ હાલતમાં હો તો તેને બે દિવસમાં મરામત કરવા પાણી પુરવઠા બોર્ડના અધિકારોઓને તાકીદ કરી હતી. સેવાલિયામાં બનેલ ફિલ્ટોર પ્લાબન્ટિને બે દિવસમાં કાર્યન્વિત કરવા તેમણે જણાવ્યું હતું. ખેડા જિલ્લાધમાં અગિયાર ચેકડેમ મંજૂર કરવામાં આવ્યા છે. જે પૈકી ચાર ચેકડેમની ટેન્ડધર પ્રક્રીયા પૂર્ણ થઇ છે. આગામી સમયમાં કામગીરી હાથ ધરાશે. જેને પરિણામે વરસાદી પાણીનો સંગ્રહ થશે અને જળસ્તૂર ઉંચા આવશે.
ખેડા જિલ્લારમાં નિર્માણ પામેલ પાણી પુરવઠા યોજનાઓને ઝડપથી વીજ જાડાણ મળે એટલું જ નહીં નિમાર્ણાધીન પાણી પુરવઠા યોજનાઓ ઝડપભેર પૂર્ણ થાય તે જાવા તેમણે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને સૂચનાઓ આપી હતી. પાણી પુરવઠા બોર્ડના અધિક્ષક ઇજનેર કે.બી.ભગોરાએ ખેડા જિલ્લામાં પીવાના પાણીની વિસ્તૃવત વિગતો રજૂ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



