ભર ઉનાળે સુરતમાં મહત્તમ રૂ. ૩૨.૯ ડિગ્રી તાપમાન નોધાતા ભારે રાહત

0
8

સુરત, તા.૪
ગતરોજ ઓરિસ્સા અને બંગાળના સમુદ્ર કિનારેથી ત્રાટકેલ ફાની વાવાવ્ઝોડાની અસર દેશના અન્ય રાજ્યોમાં પણ જાવા મળી હતી. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાવાની સાથે તાપમાનમાં નોધપાત્ર ઘટાડો થતા અસહૃય ગરમીથી રાહત અનુભવાઈ હતી.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૨.૯ ડિગ્રી અને ન્યુનત્ત્મ તાપમાન ૨૭.૪ ડિગ્રી નોધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા અને હવાનું દબાણ ૧૦૧૦.૧ મીલીબાર નોધાયું છે. શહેરમાં સવારથી દક્ષિણ-પિમ દિશાથી કલાકના ૧૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. નવસારીમાં પણ અધિકત્તમ તાપમાન ૩૨.૫ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૩.૧ ડિગ્રી નોધાયું છે. દક્ષિણ-પિમ દિશાથી સુસવાટાભેર કલાકના સરેરાશ ૧૨ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. વલસાડમાં પણ આજે અધિકત્તમ તાપમાન ૩૩.૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૩.૧ ડિગ્રી નોધાયું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફોની વાવાઝોડાની અસરથી પવનની ગતિ વધી જવાની સાથે તાપમાનમાં નોધપાત્ર ઘટાડો નોધાયો છે. સામાન્ય કરતા ૬ થી ૭ ડિગ્રી તાપમાનનો પારો નીચે જતા શહેરીજનોને ઉનાળાની અસહૃય ગરમીથી રાહત મળી રહી છે. આગામી બે-ત્રણ દિવસ સુધી વાતાવરણ યથાવત રહેશે. ત્યારબાદ ફરી ઉત્તર દિશાથી પવન ફૂ઼કવાની સાથે ગરમી વધશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY