સુરત, તા.૪
કતારગામ નંદુ દોશીની વાડી સ્થિત શ્યામાન્તક ડાયમંડ પેઢીના ભાગીદારો સામે રૂપિયા ૭૨ લાખની ઠગાઈની ફરિયાદ કતારગામ પોલીસ સ્ટેશને નોધાઈ હતી. આરોપી શ્યામાન્તક ડાયમંડ પેઢીએ ફરિયાદીની પેઢી પાસેથી ૧,૦૩,૭૯૧ ડોલરની કિંમતના રિયલ હિરાની ખરીદી કરી પેઢી બંધ કરી ઠગાઈ કરી હતી.ય
કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈ અંધેરી ન્યૂ ચંદ્ર સોસાયટીમાં રહેતા શૈલેષ ઈન્દુલાલ દોશીએ આરોપી હિમ્મત કોશિયા, વિજય કોશીયા (શ્યામાન્તક ડાયમંડ પેઢી, અક્ષર ડાયમંડ બિલ્ડિંગ, નંદુ દોશની વાડી, કતારગામ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીની પેઢીએ ફરિયાદીની પેઢી પાસેથી રૂ. ૭૨ લાખ (૧,૦૩,૭૯૧ ડોલર)ની કિંમતના હિરા ખરીધ્યા હતા. જેનું પેમેન્ટ ચૂકવવ્યાને બદલે પેઢી બંધ કરી આરોપી નાસી ગયા હતા. કતારગામ પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


