નાંદોદના મોટી ભમરી ગામે પતિ સામે કેસ કરનાર પત્નીની હત્યા :પતિ પર શંકાની સોય

0
31

કોર્ટમાં ખાધા ખોરાકીનો કેશ કરનાર પત્નીને જીવિત હાલતમાં પતિએ કોથળામાં બાંધી કરજણ નદીમાં ડુબાડી મોતને ઘાટ ઉતારી હોવાની શંકા 

રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના મોટી ભમરીની પલસી ગામે પરણાવેલી રંજનબેન ગોપાલભાઈ વસાવા ઉવ.ર૮ ને તેનો પતિ ગોપાલભાઇ હિંમતભાઇ વસાવાનો,(રહે.પલસી, નાંદોદ ) સારી રીતે રાખતો ના હોઇ અને મારઝૂડ કરતા રંજનબેન ૨૦૧૫ ના વર્ષમાં સાતમા મહિનાથી તેના પિતાને ઘરે મોટીભમરી ગામે આવતા રહ્યા બાદ રાજપીપળા કોર્ટમાં ખાધા ખોરાકીનો કેશ દાખલ કરતા તેની અદાવત રાખી આ કામના શકદાર રંજનબેનના પતિ ગોપાલભાઈ હિંમતભાઇ વસાવાએ તા.૯/૧/૨૦૧૯ થી તા.૦૨/૦૨/૨૦૧૯ ના કોઇપણ સમયે રંજનબેનને જીવીત હાલતમાં કપડા વડે હાથ પગ બાંધી દઇ કંતાનના કોથળામાં નાંખી રંજનબેન પાણીમાંથી બહાર ના આવે તે માટે નાયલોન દોરી કંતાનના કોથળા ઉપર તેમજ વાસના ટુકડા તેમજ પત્થર સાથે બાંધી જીવીત હાલતમા ડિંગલા કોતર કરજણ નદીના પાણીમા નાંખી ડુબાડી દઇ મોત નિપજાવી પુરાવાના નાસ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ મરનાર રંજનબેનને પિતા રતનભાઈ રૂપજીભાઈ વસાવાએ રાજપીપળા પોલીસ મથકે આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.તપાસ ટાઉન પીઆઇ આર એન રાઠવા કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY