આગામી મહાશિવરાત્રીના મેળા માટે નાંદોદના મણિનાગેશ્વર મંદિર પાસે ફૂલના છોડની રોપણી 

0
15

મેળા માટે કુંવરપરા ગામના યુવા સરપંચ નિરંજન વસાવા અને ગ્રામજનો દ્વારા મંદિરની શોભા વધારવા યુદ્ધના ધોરણે કામગીરી 

રાજપીપળા : નાંદોદ જિલ્લા કુંવરપરા ગ્રામ પંચાયતમાં આવતા જાણીતા મણિનાગેશ્વર મંદિર ની શોભા વધારવા ગામના યુવા સરપંચ નિરંજન વસાવા તેમજ ગ્રામજનો દ્વારા પ્રથમ વખત બનેલી આ ગામની ગ્રામ પંચાયત અને એના જાગૃત સરપંચ દ્વારા મહાશિવરાત્રીનો મેળાના દિવસો નજીક આવી રહ્યા હોય તે માટે મંદિરની શોભા વધારવા અને મેળામાં આવતા ભક્તો ને અલગ વાતાવરણ સાથે સ્વછતા મળે એ માટે સરપંચ દ્વારા 1100 ફૂલોના વૃક્ષોનું રોપણ તેમજ મંદિરની સાફ સફાઈ કામગીરી શરુ કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત ઘણી જગ્યાઓ પ્રવાસીયોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે મણિનાગેશ્વર મંદિર પણ ખુબ જાણીતું હોય એની શોભા વધારી પ્રવાસીયો માટે એ પણ એક આકર્ષણનું કેન્દ્ર બને અને મોટી સંખ્યા માં પ્રવાસીયો મંદિર ખાતે આવી દર્શન કરે એવી ધાર્મિક ભાવનાથી ગામના જાગૃત સરપંચ દ્વારા આ અભિયાન શરુ કરાયું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY