સુરત, તા. ૨૯
શહેરની પીડિતા સાથે બળાત્કાર ગુજારવાના પ્રકરણમાં લાજપોર જેલમાં કાચા કમના કેદી તરીકે સજા કાપી રહેલા નારાયણભાઈ ઉેર્ મોટા ભગવાન સામે હરિયાણા રાજ્યના પાનીપત પોલીસ મથકમાં જાનથી મારી નાખવાના પ્રયાસના ગુનામાં ચંદીગઢ હાઈકોર્ટે નારાયણ સાંઈને જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો. જાકે, આઈપીસી-૩૦૭માં પાનીપત સેશન્સ કોર્ટ તેના જામીન રદ કરતો હુકમ કર્યાબાદ આરોપી ચંદીગઢ હાઈકોર્ટમાં ચેલેન્જ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ૬ અોક્ટોબર-૨૦૧૩ના રોજ જહાંગીરપુરા પોલીસ મથકમાં શહેરનીપીડિતાએ નારાયણ સાંઈ ઉર્ફે મોટા ભગવાન સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ૬ ડિસેમ્બર ૨૦૧૩થી નારાયણ સાંઈ લાજપોર જેલમાં છે. ત્યારબાદ થોડા મહિલાઅો બાદ પાનીપત વિસતારમાં મહેન્દ્ર ચાવલા પર કોઈ અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પાનીપત પોલીસે આઇપીસી ૩૦૭ તથા આર્મ્સ એકટનો ગુનો દાખલ કરી નારાયણ સાંઈની પોલીસે ધરપકડ કરી પાનીપત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પણ મેળવ્યા હતા. ત્યારબાદ તેમણે પાનીપત સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી જામીન અરજી અદાલતે ફગાવી દીધા બાદ તેમણે ચંદીગઢ હાઈકોર્ટમાં એક જામીન અરજી કરી હતી. જેની સીનાવણી બાદ હાઈકોર્ટના વિદ્વાન જસ્ટિસ તેમણેપાનીપતના ગુનામાં જામીન મુકત કરવાનો હુકમ કર્યો હતો.
જાકે પાનીપત પોલીસે ચંદીગઢ હાઈકોર્ટમાં પહેલા તેમની સામે ૯ પોલીસ કેસ છે. એવું એફીડવિટમાં બતાવ્યું હતું. પરંતુ અદાલતને ડીટેઈ માગતા નવી એફીડેવિટïમાં મોટા ભગવાન સામે માત્ર ત્રણ કેસો હોવાનું જણાવાયું હતું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




