સફાઈકામદારોની હડતાલનો અંત.. યુદ્ધના ધોરણે નગરની સફાઈ શરૂ.

0
30

છેલ્લા 1 મહિનાથી છોટાઉદેપુર પાલિકાના સફાઈકામદારોની હળતાલનો અંત આવ્યો છે. પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સત્તાધીશોની સમજાવટ બાદ કોઈ પણ જાતની શરત વિના સફાઈકામદારો આજ થી કામે લાગી જતાં નગરની સફાઈ યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે.

ગત 29 મેં થી છોટાઉદેપુર પાલિકાના 84 સફાઈકામદારો વિવિધ માંગણીઓને લઈ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. હડતાલના પગલે નગરમાં સ્વચ્છતાના અભાવે ગંદકી ફેલાઈ હતી જેને લઈ પાલિકા તંત્ર દ્વારા બહારથી સફાઈ કામદારોની વ્યવસ્થા કરી નગરને સ્વચ્છ રાખવાના પ્રયત્નો કરાયા હતા. હવે એક મહિના બાદ પ્રમુખ નેહાબેન જયસ્વાલ, ઉપપ્રમુખ જાકિરભાઈ દડી સહિતના સત્તાધીશોની સમજાવટ બાદ આખરે હડતાલને સમેટાઈ લેવાઈ છે. સફાઈકામદારો આજ થી નગરની સાફ સફાઈ કરવામાં લાગી ગયા છે.

પાલિકા પ્રમુખ સાથેની વાતચીતમાં નગરજનોને પડેલી તકલીફ અંગે માફી માંગી હતી. અને મુસ્લિમ સમાજના સૌથી મોટા તહેવાર અને પવિત્ર રમજાન માસમાં પાલિકાને આપેલ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે જણાવ્યું હતું કે સ્વચ્છતા અમારી પ્રાથમિકતા છે અને રહેશે પરંતુ સફાઈકામદારોની માંગણીઓ પાલિકા ઉપર આર્થિક બોજો વધારે તેમ હતી એટલે સંતોષી શકાય તેમ ના હતું. સત્તાધીશ બોર્ડ હર હંમેશ નગરના હિતમાં જે નિર્ણય હશે તેની સાથે જ રહેશે.

રિપોર્ટર.નયનેશ તડવી
છોટાઉદેપુર
9099682087

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY