ઈદ એ મિલાદ : જે દેશ માં રહો તેના વફાદાર રહો તે સંદેશ મોહોમ્મદ પયગંબર સાહેબે આપ્યો :શાહનવાઝભાઈ

0
48

નર્મદા જિલ્લા માં મોહદ્દીસે આઝમ મિશન દ્વારા બાળકો ને ચોકલેટ વિતરણ

મોહોમ્મદ પયગંબર સાહેબ ના જન્મ દિન નિમિત્તે મોહદ્દીસે આઝમ મિશનના વડા હઝરત હસન અસ્કરી બાબા ના આદેશ અનુસાર સમગ્ર વિશ્વ માં કાર્યક્રમ

મોહોમ્મદ પયગંબર સાહેબ આખા જગત માટે રહેમત – મૌલાના ઇર્શાદ પઠાણ

રાજપીપળા : આજે સમગ્ર વિશ્વમાં ઇસ્લામના મહાન પયગંબર મોહંમદ પયગંબર સાહેબ નો જન્મ દિવસ અકિદતમંદો દ્વારા ખૂબ ધામધૂમ થી ઉજવવામાં આવે છે, ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ પોતાની બનતી કોશિશ થકી આજના દિવસ ને ધામધૂમ થી ઉજવતો હોય છે

આજરોજ રાજપીપલા ખાતે મોહદ્દીસે આઝમ મિશન દ્વારા શાળા તેમજ આંગણવાડીમાં ચોકલેટ વિતરણ કરી ઈદ એ મિલાદ ની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે રાજપીપલા બ્રાન્ચ ના પ્રમુખ શાહનવાઝ પઠાણ , ઉપ્રમુખ તેમજ કાર્યકર્તાઓએ આંગણવાડી ની મુલાકાત લઈ ભૂલકાઓને ચોકલેટ વિતરણ કર્યું હતું ઉપરાંત રાજપીપલાની એકમાત્ર કન્યા વિનય મંદિર ખાતે શાળાની વિદ્યાર્થીનીઓ ને પણ શાળા ના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ જતીન ભાઈ વસાવા, શાળાના શિક્ષકો ના હસ્તે ચોકલેટ વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે મુસ્લિમ અગ્રણી અને જુમા મસ્જિદ ના ઇમામે જણાવ્યું હતું કે મોહંમદ પયગંબર સાહેબ તમામ માટે રહેમત બનાવી ને મોકલવામાં આવ્યા

તેમજ જતીન ભાઈ વસાવા એ પોતાના શાબ્દિક પ્રવચન માં જણાવ્યું હતું કે આપણે આ પ્રસંગે મોહંમદ પયગંબર સાહેબ ના જીવન માં થી પ્રેરણા મેળવી જોઈએ.સંસ્થા દ્વારા જે કાર્ય કરવામાં આવે છે તે પ્રસંશનીય છે અને દેશ પ્રત્યે ની વફાદારી ની વાત કરવામાં આવી છે તે ઉદારત ભાવના છે.શાહનવાઝભાઈ એ જણાવ્યું હતું કે મોહમ્મદ પેગંબર સાહેબ નુ જીવન અને મોહમ્મદ પેગંબર સાહેબે બતાવેલ નિયમો લોકો ને જીવન જીવવા માટે સાચા મુલ્યો સૂચવે છે અને તેમણે જે દેશ માં રહો તેના વફાદાર રહો તે સંદેશ આપ્યો જે લોકો સુધી પોહચાડવાનો આજે પ્રયાસ કરવામાં આવ્યો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY