ફુડ એન્‍ડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ ઓથોરીટી ઓફ ઇન્‍ડીયા દ્વારા સ્‍વસ્‍થ ભારત યાત્રાના બેનર હેઠળ સાયકલ યાત્રાનું આયોજન  

0
8

ભરૂચઃ ભારત સરકારના ફુડ એન્‍ડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ ઓથોરીટી ઓફ ઇન્‍ડીયા દ્વારા સ્‍વસ્‍થ ભારત યાત્રાના બેનર હેઠળ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ સાયકલ યાત્રા જુદા જુદા રાજ્‍યોના પ્રવાસ પૂર્ણ કરી ભરૂચ જિલ્લામાં પધારનાર છે જેના ભાગરૂપે આ સાયકલવીરોના સન્‍માન કરવાના હેતુથી તા.૨૨/૧૧/૨૦૧૮ ના રોજ સાંજે ૦૬:૩૦ કલાકે પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ટાઉનલ હોલ, શક્‍તિનાથ – ભરૂચ ખાતે સાંસદ મનસુખભાઇ વસાવા, ભરૂચના ધારાસભ્‍ય દુષ્‍યંતભાઇ પટેલ અને વાગરાના ધારાસભ્‍ય અરૂણસિંહ રણા સ્‍વાગત અને પ્રમાણપત્ર વિતરણ કરશે.

તા.૨૩/૧૧/૨૦૧૮ સવારે ૦૬:૩૦ કલાકે મેરેથોન દોડ, પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ટાઉનલ હોલ, શક્‍તિનાથ પાસે – ભરૂચ થી શ્રવણ ચોકડી થઇ પરત ટાઉન હોલ ભરૂચ આવશે અને સવારે ૦૭:૩૦ કલાકે પ્રભારતફેરી પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ટાઉનલ હોલ, શક્‍તિનાથ – ભરૂચ થી કલેક્‍ટર કચેરી થઇ સિવિલ હોસ્‍પિટલ થઇ શક્‍તિનાથ પરત ટાઉન હોલ – ભરૂચ ખાતે આવશે તેમજ સવારે ૦૮:૩૦ થી ૧૧:૩૦ પબ્‍લિક મીટીંગ મેડીકલ ચેક-અપ, બ્‍લડ ડોનેશન કેમ્‍પ તથા સાંસ્‍કૃત્તિક પ્રોગ્રામ યોજાશે. તા.૨૪/૧૧/૨૦૧૮ સવારે ૦૮:૦૦ કલાકે ફલેંગ ઓફ સેરેમની પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ટાઉનલ હોલ, શક્‍તિનાથ – ભરૂચ ખાતે થશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY