સંતો કલેક્ટર કચેરીએ ધરણા કરવાની શક્યતા સામે : સ્થાનિક ખેડૂતોએ પણ નર્મદા ના તમામ સંતોની ગુનાહિત તપાસ ની માંગણી કરી
રાજપીપળા : નાંદોદ તાલુકાના રામપુરા ગામે આવેલા ધનેશ્વર મહાદેવ મંદિરના મહંત રામપ્યારેદાસ ત્યાગીની જમીન મુદ્દે હત્યાની ઘટના બાદ 10 લોકો સામે ફરિયાદ નોંધવા છતાં સંતો મહંતો દ્વારા નર્મદા પોલીસ સામે અવિશ્વાસ નો આક્ષેપ કરી સીબીઆઈ તપાસ માંગી છે અને ત્રણ દિવસ નું અલ્ટીમેટમ માગ્યું છે. ત્યારે મહંતની હત્યા માં વિવાદ છંછેડાયો છે, પોલીસ એક બાજુ હુમલો કરનાર ની શોધખોળ કરી રહી છે ત્યારે બીજી બાજુ સંતો નું પોલીસ પર દબાણ કેટલે અંશે વ્યાજબી છે .
ત્યારે સંતોની આ કામગીરી થી સ્થાનિક ખેડૂતો પણ છંછેડાયા છે. આજે સંતો મોટી સંખ્યામાં જિલ્લા કલેટકર કચેરીએ ભેગા થવાના છે. જેમની સામે હવે સ્થાનિક ખેડૂતો પણ બાયો ચડાવી સંતોં સામે થયા છે. હવે આનું શુ પરિણામ આવે છે તે જોવું રહ્યું।
બોક્ષ : સાધુ સંતો પર થયેલ હુમલાને લઈને સાધુ સંતો ભેગા થઇ સંત પર હુમલો કરનારા ને ઝડપવા દબાણો કરે છે ત્યારે સરકાર ને પણ 2019 ની ચૂંટણીમાં જોઈ લઈશું કહી મોદી સરકાર ને પણ ગાળો ભાંડી દીધી અને આ મહંત ના ોત ને રાજકીય રંગ આપાઈ રહ્યો છે ત્યાે મૃતક મહંત રામપ્યારે દાસ દ્વાા સ્થાિક ખેડૂો અને મજૂરીએ આવતા મજૂરો પણ આ સંતના શિકાર બન્યા છે જેમના દ્વારા સંતો વધુ પડતું કરતા હોય નર્મદા તટે આવેલા આશ્રમો માં માત્ર 10 ટકા સંતો હોય બાકીના કોણ છે કે જે સંતો બની સ્થાનિક લોકો સાથે મારપીટ અને ગાળા ગાળી કરે છે તો તમામ સંતો ની નર્મદા પોલીસ તપાસ કરે અને કોણ છે જેનો ભૂતકાળ શું છે કોઈ ક્રાઇમ રેકોર્ડ તો નથી આ તમામ બાબત ની પોલીસ તપાસ કરે એવી માંગ ઉઠતા મહંત રામપ્યારેદાસની હત્યા માં નવો વળાંક આવ્યો છે
બોક્ષ : રામપુરા માંગરોલ માં આવેલ આશ્રમોની વાત કરીએ તો આશ્રમો ના સંતો દ્વારા માંગરોલ ગામના દલિત ઉપસરપંચ સાથે પણ આગાઉ મારામારી કરી હતી અને આ વિસ્તારા સાધુઓની મારામારી પોલીસ ચોપડે નોંધાઈ હોવાની બાબતો પણ જગ જાહેર બની છે ત્યારે સ્થાનિક ખેડૂતો અને અને આ કહેવાતા અમુક સંતો સાથે ઘર્ષણમાં આવ્યા છે ત્યારે આજે તમામ લોકો આ સંતો સામે બાંયો ચઢાવી આ ફરિયાદ ખોટી હોવાની પણ વાત કરી કોઈ અંગત અદાવતે નામો લખ્યા હોવાની પણ વાત કરે છે જે સમગ્ર રજુઆત આગામી દિવસ માં રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરશે એમ સંભળાઈ રહ્યું છે ત્યારે આવનારા દિવસો માં આ હત્યા કયો નવો વળાંક લેશે એ જોવું રહ્યું
આ બાબતે આ કેશ ના તપાસ અધિકારી રાજપીપળા ટાઉન પી આઈ આર.એન.રાઠવા એ જણાવ્યું હતું કે હાલ પોલીસ ત્રણ ટીમો બનાવી આરોપીને શોધી રહી છે અને મોબાઇલ ટ્રેસ થી માંડી લોકેશનો અને કોલ ડીટેઈલ કાઢી તેમની સાથે સંપર્ક ના લોકો ની પણ પૂછપરછ કરી તપાસ કરી રહ્યા છે, હાલ ધરપકડ ની કામગીરી ચાલુ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





