૮૪ શીખ રમખાણ કેસઃ યશપાલને ફાંસી અને નરેશને આજીવન કેદની સજા

0
16

ન્યુ દિલ્હી,તા.૨૦
૧૯૮૪ના શીખ વિરોધી રમખાણ કેસમાં કોર્ટે ૩૪ વરસ બાદ કોઈને સજા ફટકારવામાં આવી છે. મંગળવારે દિલ્હીની કોર્ટે હત્યાના આરોપી નરેશ સહરાવતને આજીવન કેદ તેમજ યશપાલ સિંહને મૃત્યુદંડની સજા ફટકારી છે. ગત સપ્તાહે કોર્ટે આ કેસમાં તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ગૃહ મંત્રાલયે ૨૦૧૫માં ૧૯૮૪ શીખ રમખાણ સંબંધિત કેસમાં તપાસ માટે જીની રચના કરી હતી. ત્યારબાદ આ સૌપ્રથમ સજાનો કિસ્સો છે.
સજા અંગે દલીલો દરમિયાન પીડિતોના વકીલે દોષિતોને ફાંસીની સજાની માગ કરી હતી, જ્યારે બચાવપક્ષે દયા માટે અરજ કરી હતી. કેન્દ્રના આદેશ પર રચાયેલી એસઆઈટીએ ગત સપ્તાહે એડિશનલ સેશન જજ અજય પાંડે સમક્ષ સજા પર ચર્ચા દરમિયાન દલીલો કરવામાં આવી હતી કે દોષિતોનો ગુનો ગંભીર પ્રકારનો છે, જેને સંપૂર્ણ ષડયંત્ર હેઠળ અંજામ આપવામાં આવ્યો હતો. એટલા માટે જઘન્યા ગુના બદલ તેમને મહત્તમ સજા રૂપે ફાંસીની સજા ફટકારવી જાઈએ.
દરમિયાન પીડિતો તરફથી રજૂ થયેલા સીનિયર કાઉન્સીલ એચએસ ફુલ્કાએ પણ એસઆઈટીની માંગનું સમર્થન કર્યું અને દલીદ કરી કે કોર્ટના ચુકાદા પર ફક્ત રમખાણ પીડિતો જ નહીં સમગ્ર વિશ્વની નજર રહેલી છે.
ઉલ્લેખનીય છે કે ૧૯૮૪માં શીખ રમખાણો અંગેનો કેસ મૃતક હરદેવ સિંહના ભાઈ સંતોખ સિંહે કર્યો હતો. દિલ્હી પોલીસે પુરાવાના અભાવે ૧૯૯૪માં આ કેસ બંધ કરી દીધો હતો પરંતુ હુલ્લડની તપાસ માટેની એસઆઈટીએ કેસને પુનઃ ખોલ્યો હતો. કોર્ટે બંને આરોપીઓને હત્યા, હત્યા કરવાનો પ્રયાસ, રમખાણો ફેલાવવા અને ટોળાને ઉશ્કેરવા માટે દોષી ઠેરવ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY