શિયાળાની ઋતુમાં જોવા મળતા સીતાફળ (અનુસ) હાલ આકરી ગરમીમાં વૃક્ષ પર ઉગી નીકળતા આશ્ચર્ય

0
43

રાજપીપળાના સરકારી ઓવર પાસે સીતાફળ ના ત્રણેક વૃક્ષ પર હાલ ગરમીની સીઝન માં ફળ દેખા દેતા લોકો માં કુતુહલ 

રાજપીપળા: આમતો દરેક ફળ જે તે સીઝન માં જોવા મળે છે પરંતુ હાલ ગ્લોબલ વોર્મિંગ ના કારણે અચાનક બદલાતા ઋતુચક્ર માં ગમે ત્યારે ગમે તે સીઝન જોવા મળે છે તેજ પ્રમાણે ગમે એ સીઝનમાં વગર સીઝન ના ફળ પણ દેખા દે તેમાં ખાસ કોઈ અચરજ પમાડતી વાત ના કહેવાય ત્યારે રાજપીપલા ના સરકારી ઓવારે શિયાળા ની ઋતુમાંજ જોવા મળતા સીતાફળ (અનુસ) હાલ ઉનાળા ની સીઝનમાં જોવા મળતા લોકોમાં ભારે કુતુહલ જાગ્યું છે

સરકારી ઓવારા પાસે ના મંદિર અસે ઘણા વૃક્ષ આવેલા છે જેમાં અમુક વૃક્ષ સીતાફળ ના છે જેની ઉપર હાલમાં સીતાફળ લટકતા જોવા મળતા લોકો માં આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.જોકે હજુ સીતાફળ ના ફળ નાના લાગ્યા છે પરંતુ થોડા દિવસો માં એ મોટા થઈ પાકી જશે એમ અનુભવીઓનું કેહવું છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ ની અસર ક્યારે શું પરિવર્તન લાવે એ કહેવું મુશ્કેલ છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY