સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી 133.05 મીટરે પહોંચી.

0
325

રાજપીપળા : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસ માંથી 3,02,205 કયુસેક પાણીની આવક થઈ રહી છે. જેને લઈને હાલ ડેમની સપાટી 133.05 મીટર ની ઐતિહાસિક સપાટી પહોચી છે જેને કારણે નર્મદા બંધના 15 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.

નર્મદા ડેમ માંથી હાલ 2,71,579 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. છેે છેલ્લા 5 દિવસ થી ગોરા બ્રિજ ડૂબી ગયો છે જેને કારણે સ્થાનિક ગામોના અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ સાથે નર્મદા બંધ જોવા આવનારા પ્રવાસીઓનેે પણ મુશ્કેલી પડી રહી છે.

સરદાર સરોવર નર્મદા બાદ સરદાર સરોવર પાણીની આવકને લઈને રીવર બેડ પાવર હાઉસના 200 મેગાવોટ ની ક્ષમતા વાળા ૬ ટર્બાઈનો ધમધમી ઉઠ્યા છે જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના 50 મેગાવોટની ક્ષમતા વાળા ટર્બાઇનો ધમધમી રહ્યા છે. 24 કલાકમાં આ પાવર હાઉસ  29.5 મિલિયન યુનિટ વીજળી ઉત્પાદન કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY