રાજપીપળામાં ઇદે મિલાદ ની ધામધૂમથી ઉજવણી

0
23

દેશ ના લોકો ની સલામતી અને અમાન માટે દુઆ કરાઈ,ઠેર ઠેર આઈસ્ક્રિમ, ચોકલેટ, કેક, સહિત નિયાઝ નું વિતરણ,આયોજન

જામા મસ્જિદ થી લાલટાવર અને સફેદ ટાવર થઈ ઝુલુસ કસ્બાવાડ પોહોચ્યું

રાજપીપળા : બુધવારે ઇસ્લામ ના મહાન પયગંબર મહમ્મદ સાહેબ ના જન્મદિવસ ની રાજપીપલા સહીત સમગ્ર નર્મદા જિલ્લા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી, તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું ઝુલુસ રાજપીપલા ની મુખ્ય જામા મસ્જિદ થી શરૂ થઈ લાલટાવર અને સ્ટેશન રોડ થઈ કસ્બાવાડ પોહોચ્યું હતું જેમાં મુખ્ય આગેવાનો સહિત મસ્જિદોના ઇમામ અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા, ઝુલુસ માં ઠેર ઠેર નિયાઝ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

મદીના મસ્જિદ ના ઇમામ હાફિઝ ઈમ્તિયાઝ શૈખ અને મૌલાના અફઝલ અલી સાહબ સાથે વાત કરતા તેઓએ આજના દિવસે સૌ ભારતવાસીઓને મુબરકબાદ પાઠવી હતી અને જણાવ્યું હતું કે આજનો દિવસ ખુશી નો દિવસ છે આજના દિવસ સંદર્ભે દેશ ની એકતા અને દેશના ભાઈચારો, અમાન માટે ખાસ દુઆ એ કરી હતી અને ભારત ના લોકો ઉપર આવનાર તમામ આફત અને મુસીબત દૂર થાય તેવી દુઆ ફરમાવી હતી

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY