રૂંઢ પાસે આેલી હિમાચલ પંજાબ હોટેલ પાસે ડ્રાઈવર ને બાંધી ટ્રક માંથી 25 લાખ થી વધુ ના સામાન ની લૂંટ કરી ચાર અજણ્યા વ્યતિઓ ફરાર
ડ્રાઈવર વડોદરા થી સામાન ભી છ્તીસગઢ જતા રાત્રી રોકાણ રૂંઢ ની હોટેલ પાસે કરતા તેને બાંધી ટ્રક સાથે દૂર લઈ જઈ સામાન ની લૂંટ કરી ટ્રક મૂકી નાસી છૂટ્યા
રાજપીપળા : નાંદોદ તાલુકા ના રૂંઢ ગામ પાસે આવેલી હિમાચલ પંજાબ હોટેલ પાસે ગત તારીખ મોડી રાત્રે લૂંટ નો બનાવ રાજપીપળા પોલીસ મથકે નોંધાયો છે

જેં વડોદરાથી કેબલ ફેક્ટરી ખાતે થી કેબલ તેમજ પાન મસાલા ના બોક્સ અને ઉંદર મારવાની દવા ની બેગો તથા ોખા ની બેગો અને તાડપત્રી ના બંડાલો લઈ રાયપુર છત્તીસગઢ જા નીકળેલા ફરિયાદી ટ્રક ડ્રાઈવર ગુમાનસીંગ બીંગ જાટ ગત તારીખ 17 ના રોજ રાત્રે લગભગ બે વાગે નાંદોદ ના રૂંઢ ગામ પાસે આવેલી હિમાચલ પંજાબ હોટલ પર રોકાઈ જમી ત્યાંજ ટ્રક ના કેબીન માં સુઈ ગયા બાદ અચાનક ચાર જેટલા અજાણ્યા વ્યક્તિઓ ત્યાં આવી કેબીન માં સુતેલા ડ્રાઈવરના મોઢા પર ચાદર નાખી દોરી વડે ડ્રાઈવર ને કેબીન માંજ બાંધી દઈ ત્યાંથી ટ્રક ચલાવી અંકલેશ્વર તરફ જતા રોડ પર દૂર લઈ જઈ વચ્ચે ટ્રક ઉભી રાખી ટ્રક માં ભરેલો સમાન રસ્તા માં ઉતારી દીધા બાદ બે વ્યક્તિઓ ટ્રક વધુ આગળ લઈ જઈ પાણી લઈને આવીયે છે તેમ બાંધેલા ડ્રાઈવર ની કહી નાશી છૂટ્યા હતા
ટ્રક માંથી રસ્તા માં ઉતારી લીધેલા સામાન માં પાન મસાલા ના બોક્સ 225 નંગ જેની કિંમત રૂપિયા 22, 37,409 અને તાડપત્રી ના બંડલ નંગ 32 ની કિંમત રૂપિયા 2,89,648 તેમજ રોકડા રૂપિયા 7,750 સાથે મોબાઈલ નંગ એક ની કિંમત 2,000 મળી કુલ રૂપિયા 25,36,807 રૂપિયા ના મુદ્દામાલ ની લૂંટ કરી આ અજણયા ચાર વ્યક્તિઓ ફરાર થઈ જતા ટ્રક ડ્રાઈવર ગુમાનસીંગ (મો.નં.9781586128,8280934313) એ રાજપીપળા પોલીસ માં ફરિયાદ આપતા Dysp રાજેશ પરમાર ટાઉન પી આઈ આર એન રાઠવા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.ત્યારે આ અજાણ્યા લૂંટારા કોણ છે એ બાબતે પોલીસ વધુ તપાસ કરે છે. આગળ ની તપાસ પી એસ આઈ એસ કે રાઠવા કરી રહ્યા છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







