સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલ પ્રોહીબીશનના કામે ગુનામાં વપરાયેલ ટેમ્પા માલીકની ધરપકડ કરતી નર્મદા એલ.સી.બી.

0
19

રાજપીપળા : ગત તા.૨૯/૬/૧૯ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરની ટીમ દ્વારા તિલકવાડા પો.સ્ટે. વિસ્તાર માંથી એક ટેમ્પા સાથે કુલ કિ.રૂ.૯૦,૭૮૦/-ના મુદ્દામાલ સહિતનો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો હતો. જે અનુસંધાને તિલકવાડા પો.સ્ટે.માં  ગુનો રજીસ્ટર કરી તપાસ નર્મદા એલ.સી.બી.ને સોંપવામાં આવી હતી.

હિમકર સિંહ પોલીસ અધિક્ષક,નર્મદાની સુચના અને માર્ગદશન મુજબ આ ગુનાની તપાસ સી.એમ.ગામીત પો.સ.ઇ.એલ.સી. બી.એ સંભાળી લઇ આગળની તપાસ કરવામાં આવી આ તપાસ દરમ્યાન પકડાયેલ આરોપીના નામે ટેમ્પો ન હોય જેથી ટેમ્પા માલીકની તપાસ કરતા આ ટેમ્પો કમલેશભાઇ સામંતસિંહ રાઠોડ રહે.તરસાલી વડોદરા એ શ્રીરામ ફાઇનાન્સમાંથી લીધેલ હોવાનું જણાઇ આવતા ટેમ્પા માલીકની તા.૨૮/૮/૧૯ના રોજ ધરપકડ કરવામાં આવી આ ગુનાના કામે ટેમ્પા માલીકે મિત્રતામાં આ ટેમ્પો આ કામના આરોપીને આપેલ પરંતુ નામદાર સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ વાહન માલીક વાહન નામે કરાવ્યા વગર વેચાણ કરે અને ગુનામાં સંડોવાય તો વાહન માલીક જવાબદાર ગણાય.જેના આધારે સી.એમ.ગામીતી પો.સ.ઇ.એલ.સી.બી. તથા તેમની ટીમ મારફતે આ ગુનાના કામે ટેમ્પા માલીકને અટક કરી આગળની તપાસ માટે તેમજ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડવા માટે નામદાર કોર્ટમાં આરોપીના પોલીસ રિમાન્ડની પણ માંગણી કરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY